Western Times News

Gujarati News

સ્વિસ બેંકોમાં જમા રકમમાં વધારો કે કમીને સત્યાપિત કરવા માટે માહિતી મંગાવાઇ

Files Photo

નવીદિલ્હી: નાણાં મંત્રાલયે સ્વિટ્‌જરલૈંડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલ કહેવાતા કાળા નાણાં પર તાજેતરમાં પ્રકાશિત મીડિયા રિપોટ્‌ર્સને રદિયો આપ્યો છે.મંત્રાલયે ટ્‌વીટ કરી આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે સ્વિસ બેંકોમાં જમા રકમમાં વૃધ્ધિ કે કમીને સત્યાપિત કરવા માટે સ્વિસ અધિકારીઓથી માંગવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું છે કે મીડિયામાં અનેક એવા અહેવાલો આવ્યા હતાં જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા વર્ષ ૨૦૨૦ના અંત સુધી સુધી ૨૦,૭૦૦ કરોડ રૂપિયા થઇ ગયા છે જે વર્ષ ૨૦૧૯ના અંત સુધી ૬,૬૨૫ કરોડ રૂપિયા હતાં

મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે બે વર્ષથી ઘટાડાના ટ્રેંડ ઉલ્ટ આ દરમિયાન સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના નાણાંમાં વધારો થયો છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે આ ગત ૧૩ વર્ષમાં જમાનો સૌથી મોટો આંકડો છે.
મંત્રાલયે આગળ કહ્યું હતું કે રિપોર્ટર્સ એ તથ્ય તરફ ઇશારો કરે છે કે રિપોર્ટ કરવાાં આવેલા આંકડા બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (એસએનબી)ને બતાવવામાં આવેલ સત્તાવાર આંકડા છે અને તે સ્ટિટ્‌જરલેન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા કહેવાતા કાળા નાણાં માત્રાના સંકેત આપતા નથી આ ઉપરાંત આ આંકડામાં તે પૈસા સામેલ નથી જે ભારતીય એનઆરઆઇ કે અન્ય લોકોની પાસે સ્વિસ બેકોમાં ત્રીજા દેશની સંસ્થાઓના નામ પર હોઇ શકે છે.

મંત્રાલયે કહ્યું કે ભારત અને સ્વિટરલેન્ડ કર મામલામાં પારસ્પરિક પ્રશાસનિક સહાયતા પર બહુપક્ષીય સંમેલનના ગસ્તક્ષાકર્તા છે અને બંન્ને દેશોએ બહુપક્ષીય સક્ષમ પ્રાધિકરણ સમજૂતિ(એમસીએએ) પર પણ ગસ્તાક્ષાર કર્યા છે જે અનુસાર બંન્ને દેશો વચ્ચે કેલન્ડર વર્ષ ૨૦૧૮થી જ વાર્ષિક નાણાંકીય ખાતાની માહિતી સંયુકત કરવા માટે માહિતી જાતે આદાન પ્રદાન થઇ રહી છે.

મંત્રાલયે કહ્યું કે બંન્ને દેશોના નિવાસીઓના સંબંધમાં નાણાંકીય ખાતાની માહિતીનું આદાન પ્રદાન વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ થયું છે નાંણાકીય ખાતાની માહિતીના આદાન પ્રદાન માટે વર્તમાન કાનુની વ્યવસ્થાને જાેવા પર ( જેનો વિદેશોમાં અઘોષિત સંપત્તિ દ્વારા કર ચોરી પર મહત્વપૂર્ણ નિવારક પ્રભાવ) સ્વિસ બેંકોમાં જમામાં વધારાની કોઇ મહત્વપૂર્ણ સંભાવના જાેવા મળતી નથી

એ યાદ રહે કે કોંગ્રેસે સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમ વધવાના રિપોર્ટ પર સરકારની ટીકા કરી હતી પાર્ટીએ કહ્યું હતું કે સરકાર શ્વેત પત્ર લાવી દેશવાસીઓને બતાવે કે આ પૈસા કોના છે અને વિદેશી બેંકોમાં જમા કાળા નાણાંને પાછા લાવવા માટે શું પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.