Western Times News

Gujarati News

ખેડૂત આંદોલનઃ કિલ્લાબંધી પાછળ દિલ્હી પોલીસે ૯.૭ લાખનો ખર્ચો કર્યો

Files Photo

નવીદિલ્હી: પાછલા પોણા વર્ષથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો ડેરો જમાવીને બેઠા છે. કૃષિ કાયદાની વિરુદ્ધ સતત થઈ રહેલા આંદોલન બાદ પણ હજી સુધી કોઈ નિવેળો આવ્યો નથી. આંદોલનને પગલે દિલ્હી પોલીસે કિલ્લાબંધી કરવી શરૂ કરી દીધી હતી, જેની પાછળ ૯.૭ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનો ખુલાસો થયો છે. ઇ્‌ૈંમાં આ માહિતી સામે આવી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ૨૬ જાન્યુઆરીએ થયેલ હિંસાની ઘટના બાદ ૧ ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે રાજધાનીમાં જબરદસ્ત કિલ્લાબંધી કરી દીધી હતી.

દિલ્હીના સિંધુ, ગાજીપુર અને ટીકરી બોર્ડર પર દિલ્હી પોલીસે બેરિકેડિંગ, સીમેન્ટની દિવાલો, ખિલ્લા લગાવવા અને કાંટાળા તાર લગાવવા વગેરેમાં ૯.૭ લાખનો ખર્ચો કર્યો.

જણાવી દઈએ કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી પોલીસ તરફથી આ ઈંતેજામ કરવામાં આવ્યા હતા, કેમ કે ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ઉગ્ર ભીડ દિલ્હીના આઈટીઓ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગઈ હતી. લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ સુરક્ષાબળો સાથે મારપીટ કરી અને સાર્વજનિક સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
આરટીઆઈમાં અલગ અલગ ત્રણ જવાબ મળ્યા. એક જવાબમાં કહેવામાં આવ્યું કે, ટિકરી બોર્ડર પર મલ્ટીલેયર બેરિકેડિંગ કરવા પર અત્યાર સુધી ૭.૪૯ લાખ ખર્ચ કરવામાં આવ્યા છે,

જ્યારે ગાઝીપુર બોર્ડર માટે ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસે જણાવ્યું કે અહીં સુરક્ષા વ્યવસ્થા પર અત્યાર સુધી ૧.૫૭ લાખ રૂપિયા ખર્ચ થયા છે. જ્યારે પોલીસની તહેનાતીને લઈ પોલીસે જણાવ્યું કે કોઈ ખર્ચો નથી થયો. સિંધુ બોર્ડર પર થયેલ ખર્ચને લઈ અધિકારીઓએ કંઈપણ જણાવવાનો ઈનકાર કરી દીધો. અધિકારીઓનું કહેવું છે કે અત્યારે ખેડૂત આંદોલન ચાલુ હોય આ વિશે જાણકારી ન આપી શકીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.