Western Times News

Gujarati News

મિઝોરમમાં સૌથી વધુ બાળકોવાળા માતાપિતાને એક લાખ મળશે

Files Photo

આઇજાેલ: એક તરફ દેશમાં વસ્તી નિયંત્રણ પર ચર્ચા છેડાઇ છે તો બીજી તરફ મિઝોરમમાં એક મંત્રીએ પોતાના નિર્વાચન વિસ્તારમાં સૌથી વધુ બાળકોવાળા માતા પિતા માટે એક લાખ રૂપિયા રોકડનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે તેમના આ પગલાનો હેતુ ઓછી જનસંખ્યા વાળા મિઝો સમુદાયોની જનસંખ્યામાં વધારા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

જાે કે ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયતે બળકોની ન્યુનતમ સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી આ જાહેરાત એવા સયે કરવામાં આવી છે જયારે દેશના અનેક રાજય જનસંખ્યા નિયંત્રણ નીતિનું સમર્થન કરી રહ્યું છે.મંત્રીએ જાહેરાત કરી કે તે પોતાના આઇજાેલ પૂર્વી -૨ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ સંતાન વાળા પુરૂષ કે મહિલાને એક લાખ રૂપિયાની રોકડ પ્રોત્સાહન રકમ આપશે

તેમણે કહ્યું કે આવા વ્યક્તિને એક પ્રમાણપત્ર અને એક ટ્રોફી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રોત્સાહન રકમનો ભાર મંત્રીના પુત્રની એક કંસ્ટ્રકશન કંસલેંસી કંપની ઉઠાવશે મંત્રીએ કહ્યું કે મિઝો સમુદાયમાં જનસંખ્યા વૃધ્ધિની કમીનો દર ગંભીર ચિંતાનો વિષય છે.

મિઝોરમમાં અનેક મિજાે જનજાતિઓ રહે છે અરૂણાચલ પ્રદેશ બાદ મિઝોરમની જનસંખ્યા ધનત્વ સૌથી ઓછું છે જયારે મિઝોરમના પડોસી રાજય આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર ક્રમિક રીતે બે બાળકોની નીતિ લાગુ કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.