Western Times News

Gujarati News

ગુપકાર નેતાઓ નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં સામેલ થશે

શ્રીનગર: જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓના ગુપકાર સંગઠને ર્નિણય કર્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં તેઓ સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ૨૪ જૂનના રોજ જમ્મુ કાશ્મીરને લઈને બેઠક થનાર છે જેમાં જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહાબેઠક પહેલા આજે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક મળી છે. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુખ અબ્દુલ્લાના નિવાસસ્થાને મળી હતી. ગુપકાર નેતાઓની બેઠક બાદ ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં સામેલ થશે. બેઠક બાદ શ્રીનગર અને દિલ્હીની મીડિયા સાથે વાત કરવામાં આવશે. ત્યારે અમારો એજન્ડા સૌને ખાબર પડી જશે.

ગુપકાર ગ્રુપના અન્ય નેતાઓએ કહ્યું છેકે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ પોતાની વાત રજુ કરવાની તક મળી છે. અમે અમારા લોકોની વાત તેમની સમક્ષ રાખીશું. અમે ચાંદ-સિતારા નથી માંગવાના પરંતુ જે અમારું છે તે જ માગીશું. નેતાઓએ કહ્યું છે કે તેઓ કોઈ જ દસ્તાવેજ પર હસ્તાક્ષર નહિ કરે, ન તો ૩૭૦ને લઈને કોઈ સમાધાન કરે.

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સ પીડીપી સહિત તે તમામ પક્ષ સામેલ થશે જેમને આમંત્રણ મળ્યું છે અમને કોઇ એજન્ડા આપ્યો નથી આથી વડાપ્રધાન અને ગૃહમંત્રીની સામે અમારો પક્ષ રાખીશું

આ દરમ્યાન મહેબુબા મુફ્તી તરફથી અપીલ કરવામાં આવી છે કે જે રાજકીય કેદીઓ છે તેમને જલ્દી મુક્ત કરવામાં આવે જેથી વિશ્વાસ પ્રસ્તાવિત કરી શકાય. જાેકે, મહેબુબા મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના મુદ્દે સરકારે તમામ સાથે વાત કરવી જાેઈએ. પાકિસ્તાન સાથે પણ વાત કરવી જાેઈએ.જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારથી પાકિસ્તાનથી વાતચીત કરવાની માંગ કરી છે મહેબુબા મુફતીએ બેઠક બાદ આ માંગ કરી તેમણે કહ્યું કે સરકાર દોહામાં તાલિબાનની સાથે વાતચીત કરી રહી છે તેમણે જમ્મુ કાશ્મીરાં વાત કરવી જાેઇએ આ ઉપરાંત તેમણે મુદ્દાના સમાધાન માટે પાકિસ્તાનથી પણ વાતચીત કરવી જાેઇએ પહેલા પણ સતત મહેબુબા મુફતી કાશમીરથી જાેડાયેલ મુદ્દાના સમાધાન માટે વાતચીતમાં પાકિસ્તાનને પણ સામેલ કરવાની વકાલાત કરતા રહ્યાં છે.

ગુપકાર સંગઠન અંતરંગ જમ્મુ કાશ્મીરની કુલ સાત રાજકીય પક્ષો આવે છે. તેમાં સૌથી મહત્વની મોટી પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ, પીડીપી છે. ગુપકાર સંગઠનના નેતા મુઝફ્ફર શાહનું કહેવું છે કે અમે લોકો વડાપ્રધાનના આમંત્રણને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. સાથે જે ૩૫એ અને ૩૭૦ને લઈને પણ વાત થશે અને કોઈ ર્નિણય લેવામાં આવશે. પીએજીડી સભ્ય મુઝફફર શાહે કહ્યું કે અમે વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલ બેઠક અને તેના એજન્ડા પર નિર્ણય કરીશું અમે કલમ ૩૭૦ અને ૩૫ એની બાબતમાં પણ વાત કરીશું

દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા બેઠકને લઇ પુરી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે તે પ્રસ્તાવિત બેઠકને લઇ જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલ રાજનીતિક ઘટનાક્રમની માહિતી હાસલ કરી રહ્યાં છે. ગત બે દિવસથી કાશ્મીરમાં રાજકીય ગરમી તેજ થઇ છે પીડીપીની રાજનીતિક મામલાની સમિતિએ મહેબુબા મુફતીને નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે તો નેકા પ્રમુખ બે દિવસોથી પાર્ટી સાંસદો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યાં હતાં. એ યાદ રહે કે બેઠક માટે ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ ચાર નાયબ મુખ્યમંત્રીઓ સહિત ૧૪ નેતઓને સર્વપક્ષીય બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.

સર્વપક્ષીય બેઠકમાં પ્રદેશથી જાેડાયેલ નેતા રાજનીતિક ગતિરોધ દુર કરવા સામાન્ય લોકોના દર્દ તથા નોકરશાહીથી લોકોને આવી રહેલ પરેશાનીઓને ઉઠાવી શકે છે આ સાથે જ રાજયનો દરજજાે બહાલ કરવા અને પરિસીમનની પ્રક્રિયાને તાકિદે પુરી કરી વિધાનસભાની ચુંટણીઓ કરાવવાની માંગ પણ રાખી શકે છે નેતાઓ તરફથી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ લગભગ બે વર્ષ સુધી પ્રદેશની અર્થવ્યવસ્થાનો મુદ્દો પણ ઉઠાવી શકાય છે તેમાં પર્યટનથી લઇ કારોબારને થયેલ નુકસાનની વાત પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.