ગુજરાતભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ કેસ નોંધાયા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. ૪,૫૩,૩૦૦ લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. દર ૯૮.૧૫ ટકાએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં ૧૩૫ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૬૧૨ પર પહોંચી છે. અત્યાર સુધીમાં ૮,૦૭,૪૨૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જાે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો, રાજ્યમાં ૫૧૫૯ કેસ કુલ છે. જે પૈકી ૮૬ લોકો વેન્ટિલેટર પર છે. ૫૦૭૩ લોકો સ્ટેબલ છે. ૮૦૭૪૨૪ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ૧૦૦૩૭ના અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૦૩ લોકોનાં મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૩૦૨ને પ્રથમ ડોઝ અને ૭૨૧૫ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને ૬૭૭૫૯ લોકોને પ્રથમ ડોઝ અને ૫૦૧૧૯ લોકોને બીજાે ડોઝ અપાયો છે. જ્યારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના નાગરિકો પૈકી ૩૧૦૭૪૧ ને પ્રથમ ડોઝ અને ૧૭૧૬૪ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.