Western Times News

Gujarati News

કોરોના વેકસીન મામલે અમદાવાદીઓ ખરા અર્થમાં ‘સ્માર્ટ’ સાબીત થયા

files Photo

શહેરના પર ટકા કરતા વધુ નાગરિકોએ વેકસીન લીધી : રાજયના ચાર મહાનગરોમાં અમદાવાદ અવ્વલ

(દેવેન્દ્ર શાહ દ્વારા): અમદાવાદ, રાજયમાં કોરોના વેકસીન “ઉત્સવ”ને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહયો છે. જાન્યુઆરીમાં વેકસીનની શરૂઆત થયા બાદ રાજયમાં કોરોના રસીના કુલ ર કરોડ ૩૦ લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાં ૧ કરોડ ૮૦ લાખ નાગરીકોએ પ્રથમ ડોઝ અને ૪૯.૬૧ લાખ નાગરીકોએ બંને ડોઝ લીધા છે. રાજયના ચાર મહાનગરોમાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે.

વેકસીન ડોઝ, વયજુથ સહીત તમામ મામલે સુરત, વડોદરા અને રાજકોટ કરતા અમદાવાદ આગળ છે. ચોકાવનારી બાબત એ છે કે સુરત શહેર સીનીયર સીટીઝન્સની રસી મુદ્દે નિષ્ક્રિય સાબિત થયુ છે. જયારે ૧૮ થી ૪૪ વય જુથમાં અમદાવાદના આંકડા ઉડીને આંખે વળગે તેવા છે. અમદાવાદના પર ટકા કરતા વધુ નાગરીકોએ વેકસીન લીધી છે. આંકડા જાેતા એમ કહી શકાય કે અમદાવાદના નાગરીકો રસીકરણ મામલે ખરા અર્થમાં “સ્માર્ટ” સાબિત થયા છે.

રાજયના ચાર મહાનગરોમાં કોરોના રસીકરણની સંખ્યા અને ટકાવારીમાં અમદાવાદ અવ્વલ નંબરે છે. રાજયમાં કોરોના રસી ના કુલ ર.૩૦ કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં ર૧.૯૮ લાખ નાગરીકોએ પ્રથમ ડોઝ અને ૪.૮૧ લાખ નાગરીકોએ બંને ડોઝ મુકાવ્યા છે. અમદાવાદમાં વેકસીનના કુલ ર૬.૮૦ લાખ ડોઝ લાગી ચુક્યા છે. રાજયના કુલ ડોઝના લગભગ ૧૧.૬ર ટકા વેકસીન ડોઝ માત્ર અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે.

જેની સામે સુરત શહેરમાં કુલ ૪.૮૬ લાખ, વડોદરામાં પ.૯૮ લાખ અને રાજકોટમાં પ.૩ર લાખ વેકસીન ડોઝ આપવામાં આવ્યા છે. આ ત્રણેય શહેરમાં રાજયના કુલ ડોઝની સામે બે થી અઢી ટકા ડોઝ જ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે વય જુથ મુજબ જાેવામાં આવે તો રાજયમાં ૧૮ થી ૪૪ વય જુથમાં ૭ર૬૭૯૭૭ , ૪પ થી ૬૦ માં ૬ર૩૩૬૯૧ તેમજ સીનીયર સીટીઝન્સમાં ૪પ૮ર૪૭૩ વેકસીન આપવામાં આવી છે.

અમદાવાદમાં ૧૮ થી ૪૪ વય જુથમાં ૧રરપપ૬૯ નાગરીકોએ વેકસીન લગાવી છે. જે રાજયમાં ૧૮-૪૪ વય જુથના ૧૬.૮૬ ટકા છે. જયારે વડોદરામાં ૧૮ થી ૪૪ વય જુથમાં ૧૬૯૧પ૧, ૪પ થી ૬૦ માં ૧૮ર૭૪૩ તેમજ ૬૦થી વધુમાં ૧ર૮૬પ૩ નાગરીકોએ રસી લીધી છે. સુરતમાં ૧૮-૪૪ જુથમાં ૧પ૬૬૬પ, ૪પ થી ૬૦ માં ૧૪૩૩૦૬ તથા ૬૦ થી વધુ વયના ૭૯૧૧૩ નાગરીકોએ રસી મુકાવી છે.

રાજકોટમાં ૧૮ થી ૪૪ જુથમાં ૧૪૯૦ર૩, ૪પ થી ૬૦ માં ૧પ૧પપ૯ તથા ૬૦ થી વધુમાં ૧૧૮૯૩૪ રસી લગાવવામાં આવી છે. જેની ટકાવારી પણ ૧.૭ર ટકા થી ર.૮૦ ટકા રહે છે. સુરતમાં ૬૦ થી વધુ વયમાં માત્ર ૧.૭ર ટકા લોકોએ જ રસી લગાવી છે.
અમદાવાદ શહેરની વસ્તી મુજબ ગણત્રી કરવામાં આવે તો પર ટકા નાગરીકોએ વેકસીન લીધી છે. શહેરમાં ૧૮ થી ૪૪ વય જુથમાં ર૬,ર૮,૭૮પ તેમજ ૪પ થી વધુ વયના ૧પ,૮પ૪૮પ નાગરીક છે.

આમ શહેરના કુલ ૪ર,૧૪,ર૭૦ નાગરીકોને વેકસીન આપવાની થાય છે. જેની સામે ર૧.૯૮ લાખ નાગરીકોએ વેકસીન લીધી છે. ૧૮ થી ૪૪ વય જુથમાં ૧ર,રપ,પ૬૯ લોકોએ રસી મુકાવી છે જે આ જુથની કુલ વસ્તીના ૪૭ ટકા થાય છે જયારે ૪પ થી વધુ વયના ૯૭ર૩૪૧ નાગરીકોએ વેકસીન લીધી છે જે આ જુથની કુલ વસ્તીના લગભગ ૬૧ ટકા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.