Western Times News

Gujarati News

ભાજપ સાંસદે નુસરત જહાંનું લોકસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળના સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા નુસરત જહાંના લગ્નનો મુદ્દો હવે લોકસભામાં પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્યાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે નુસરત જહાંની લોકસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. સંઘમિત્રા મૌર્યનું કહેવું છે કે, નુસરત જહાંનું આચરણ અભદ્ર છે,

તેમણે લગ્નના મુદ્દે પોતાના મતદારોને છેતર્યા છે. આ સાથે સંસદની ગરિમા પણ કલંકિત થઈ છે. ભાજપના સાંસદે માંગ કરી છે કે આ મામલો સંસદની નૈતિક સમિતિને મોકલવો જાેઈએ, તેમજ તપાસ અને નુસરત જહાં પર કાર્યવાહી થવી જાેઇએ.નૂસરત જહાંએ ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે ૧૯ જૂન ૨૦૧૯ ના રોજ તુર્કીના બોરડમ શહેરમાં મેરેજ રેગ્યુલેશન એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. આ શાહી લગ્ન આખા દેશમાં ચર્ચામાં છવાયા હતા. લોકસભાની ચૂંટણીની લહેર દરમિયાન થયેલા આ લગ્નનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રિવાજ મુજબ થયા હતા. કોલકાતાની આઈટીસી રોયલ હોટેલમાં નુસરત અને નિખિલે રિસેપ્શન પાર્ટી આપી હતી. જ્યાં રાજકારણ અને ફિલ્મ જગત સહિત અન્ય ક્ષેત્રની અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી. વર્ષ ૨૦૨૦ માં, જ્યારે બંનેની પહેલી મેરેજ એનિવર્સરી હતી, ત્યારે નુસરત અને નિખિલે એક બીજાને અભિનંદન આપ્યા હતા.

પરંતુ બંનેના આ લગ્ન બે વર્ષ પણ ચાલ્યા ન હતા. આ વખતે બીજી મેરેજ એનિવર્સરી પહેલા બંનેના છૂટા થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. નૂસરત જહાંએ લગ્ન વિશે કહ્યું હતું કે તેણીનું લગ્ન તુર્કી મેરેજ એક્ટ હેઠળ થયું છે, તેથી તે ભારતમાં માન્ય નથી. તેણે નિખિલ પરના તમામ આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમના સંબંધો લિવ-ઇન રિલેશનશિપ જેવા છે, તેથી છૂટાછેડા માટે અરજી કરવાની પણ જરૂર નથી. એવું કહેવામાં આવતું હતું કે જ્યારે ભારતમાં લગ્ન માન્ય નથી, તો પછી છૂટાછેડા કેવી રીતે? આટલું જ નહીં નુસરત જહાંએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લગ્નની તમામ તસવીરો પણ ડિલીટ કરી નાખી હતી.

તેણે કહ્યું કે નિખિલે ખોટી રીતે તેના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા અને લગ્નમાં તેમને મળેલા તમામ પૂર્વજાેના ઘરેણાં પણ પડાવી લીધા હતા. દરમિયાન નુસરતની ગર્ભાવસ્થાના સમાચાર પણ આવી રહ્યા હતા જેને નિખિલે જાણવાનો ઇનકાર કરી દીધો હતો. તે જ સમયે, નિખિલ જૈને પણ આ સમગ્ર મામલે પોતાનો મુદ્દોસામે મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૮ માર્ચ, ૨૦૨૧ ના ??રોજ, મારા લગ્નને રદ કરવા બદલ મને અલીપોરની સિવિલ કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવાની ફરજ પડી હતી.

નિખિલે વધુમાં કહ્યું કે, તેના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટ માં જે પણ પૈસા મોકલવામાં આવતા તે તેના હપ્તા હતા. જૈને નુસરતનાં આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે તેણે હજી પણ મોટી રકમ પરત કરવાની છે. તેમના દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો અપમાનજનક તેમજ અસત્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મેં અમારા લગ્નની નોંધણી કરાવી લેવા નુસરતને ઘણી વાર વિનંતી કરી હતી, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.