બાયડ બસ સ્ટેશન આગળ ટ્રક અને બાઇક વચ્ચે ગોજારો અકસ્માત બાઇક સવારનું સ્થળ પર કમકમાટીભર્યુ મોત
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે ધનસુરા-બાયડ રોડ પર બસ સ્ટેશન નજીક ટ્રકે ધડાકાભેર બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
અકસ્માતની ઘટનાનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બાયડ પોલીસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રાપ્ત માહીતી અનુસાર મૃતક બાઇકચાલક કપડવંજ તાલુકાના વાલ્વા મહુડા ગામના ઝાલા રમેશભાઈ સોમાભાઇ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે,
દિલીપ પુરોહિત. બાયડ