Western Times News

Gujarati News

બાયડ ઉત્તર ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી   

બાયડ તાલુકાના નાગાના મઠ ગામે એક મહિનામાં સતત ત્રીજી વખત વીજતાર તૂટી જવાની ઘટના બની સદનસીબે કોઈ હોનારત સર્જાઇ ન હતી….

વધુ પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે નાગાના મઠ ગામમાં મોટી સંખ્યામાં વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા છે, એટલુજ નહી યોગ્ય સમયાંતરે સમારકામના અભાવે સતત વીજ વાયર તૂટી રહ્યા છે, સદનસીબે હજી સુધી કોઈ મોટી હોનારત સર્જાઇ નથી. નાગાના મઠ ગ્રામવાસીઓમાં થઈ રહેલી ચર્ચા અનુસાર ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ગંભીર બેદરકારીના કારણે આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તો નવાઈ નહી  વધુમાં નાગાના મઠ ગામના લોકોના જણાવ્યા મુજબ બાયડ, ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ વીજ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે,

જે બાબતે ગ્રામ વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, વધુમાં ગ્રામવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો વીજતંત્રની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો વીજ કંપનીએ તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. હાલ તો એવું લાગી રહ્યું છે કે વીજતંત્ર ગ્રામવાસીઓની રજુઆતને આંખ આડા કાન કરી કોઇ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે

 

 

દિલીપ પુરોહિત    બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.