Western Times News

Gujarati News

ભારતમાં દેખાયેલો ડેલ્ટા વેરિયન્ટ અમેરિકા માટે પણ ખૂબજ જાેખમી

Files Photo

વોશિંગ્ટન: ભારતમાં દેખાયેલા નોવેલ કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ ચેતવણી આપી છે. અમેરિકાના પ્રમુખના એડવાઈઝર ડૉ. ફૌસીએ જણાવ્યું છે કે કોરોના પર કાબૂ મેળવી લેનારા અમેરિકા માટે પણ જાેખમરુપ છે. મંગળવારે વ્હાઈટ હાઉસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે અમેરિકામાં દેખાઈ રહેલા નવા કેસોમાં ૨૦ ટકા દર્દીઓ ડેલ્ટા વેરિયંટના છે. માત્ર બે સપ્તાહમાં જ આ ડેલ્ટા વેરિયંટના દર્દીઓમાં દસ ટકાનો ઉછાળો આવ્યો છે.

અમેરિકા જેવી જ સ્થિતિ યુકેમાં પણ દેખાઈ રહી છે. ડૉ. ફૌસીએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના પર કાબૂ મેળવવાના પ્રયાસો સામે મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે. જાેકે, અમેરિકામાં જે વેક્સિન અપાઈ રહી છે તે ડેલ્ટા વેરિયંટ સામે રક્ષા આપે છે, જે મોટી રાહતની વાત છે તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયંટ સામે લડવાનું આપણી પાસે હથિયાર છે જેનો આપણે તેની સામે ઉપયોગ કરવો રહ્યો.

ભારત સરકારે ડેલ્ટા પ્લસ વેરિયંટને ચિંતાનો વિષય ગણાવ્યાના થોડા જ સમયમાં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેશિયસ ડિસીઝના વડા ડૉ. ફૌસીએ પણ તેની સામે ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં મહારાષ્ટ્રમાં જ ૨૨થી વધુ સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયંટ પકડાયો છે. આ ઉપરાંત કેરળના છ અને મધ્ય પ્રદેશમાં પણ તેની હાજરી જાેવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા વેરિયંટે જ ભારતમાં બીજી લહેર દરમિયાન હાહાકાર મચાવ્યો હતો અને હવે તે ડેલ્ટા પ્લસમાં પરિણમ્યો છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટે પણ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયંટ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. યુકેમાં આલ્ફા વેરિયંટ કરતાં પણ ડેલ્ટા વેરિયંટના કેસ વધી ગયા છે. હાલ યુકેમાં ૯૦ ટકા જેટલા નવા કેસ ડેલ્ટા વેરિયંટના હોવાથી દેશમાં અનલોકની પ્રક્રિયામાં પણ મોડું થઈ રહ્યું છે. આલ્ફા વેરિયંટ કરતાં ડેલ્ટા વેરિયંટ ખૂબ જ ઝડપથી ફેલાય છે તેવું હવે વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે. ડૉ. ફૌસીના જણાવ્યા અનુસાર, આલ્ફા વેરિયંટની સરખામણીએ ડેલ્ટા વેરિયંટમાં હોસ્પિટલાઈઝેશનનું જાેખમ પણ વધારે રહે છે.

ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડન દ્વારા એક લાખ જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે ડેલ્ટા વેરિયંટનો પોઝિટિવિટી રેટ ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા વ્યક્તિની સરખામણીમાં ૫-૧૨ વર્ષના બાળકોમાં અને ૧૮-૨૪ વર્ષના યુવાનોમાં પાંચ ગણો વધારે છે.

ડૉ. ફૌસીએ અમેરિકામાં નોંધાયેલા ડેલ્ટા વેરિયંટના કેસોના આંકડા આપતા જણાવ્યું હતું કે, દેશમાં બે સપ્તાહમાં તેના કેસ ડબલ થઈ ગયા છે. આ સંજાેગોમાં વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. તેમણે કહ્યું હતું કે ફાઈઝર વેક્સિનનો બીજાે ડોઝ લીધાના બે સપ્તાહ બાદ શરીરમાં ડેલ્ટા વર્ઝન સામે ૮૮ ટકા જ્યારે આલ્ફા વર્ઝન સામે લડવાની ૯૩ ટકા ક્ષમતા વિકસી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.