Western Times News

Gujarati News

ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર-૧ ઓલરાઉન્ડર બન્યો

દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. નવા રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે. ટોપ-૧૦માં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ડીકોકની એન્ટ્રી થઈ છે. ડી કોકે હાલમાં વિન્ડીઝ સામે સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાએ છલાંબ લગાવી છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડર જાડેજા નંબર-૧ બની ગયો છે. ડીકોક બે સ્થાનની છલાંબ સાથે ૧૦માં ક્રમે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે, જ્યારે માર્નસ લાબુશેન ત્રીજા સ્થાને છે. પાંચમાં સ્થાને જાે રૂટ છે. રોહિત શર્મા છઠ્ઠા અને રિષભ પંત સાતમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો હેનરી નિકોલ્સ આઠમાં સ્થાને, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર નવમાં સ્થાને છે.

આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં જેસન હોલ્ડરે ખરાબ પ્રદર્શન કર્યું અને તેણે નંબર-૧નું સ્થાન ગુમાવી દીધું છે. જાડેજાના ૩૮૬ રેટિંગ પોઈન્ટ છે. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને બેન સ્ટોક્સ અને ચોથા સ્થાને ભારતીય સ્પિનર આર અશ્વિન છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પાંચમાં સ્થાને છે.

ટેસ્ટ રેન્કિંગમાં નંબર-૧ બોલર પેટ કમિન્સ છે. બીજા સ્થાને આર અશ્વિન છે. ત્રીજા સ્થાને ટિમ સાઉદી અને ચોથા સ્થાને જાેશ હેઝલવુડ છે. પાંચમાં સ્થાને નીલ વેગનર અને ત્યારબાદ કગિસો રબાડા છે. સાતમાં સ્થાને સ્ટુઅર્ટ બ્રોડ અને આઠમાં સ્થાને જેમ્સ એન્ડરસન છે. નવમાં સ્થાને મિશેલ સ્ટાર્ક અને ૧૦માં સ્થાને જેસન હોલ્ડર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.