Western Times News

Gujarati News

પંજાબના વેપારીએ ખરીદેલા છ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર

માનસા: પંજાબના માનસા જિલ્લામાં એક ભંગારવાળાએ ૬ હેલિકોપ્ટર ખરીદતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભંગારવાળાએ ઓક્શનના માધ્યમથી વાયુસેનાના ક્ષતિગ્રસ્ત ૬ હેલિકોપ્ટર ખરીદ્યા હતા. જેમાંથી ત્રણ હેલિકોપ્ટર વેચાઈ ગયા છે જ્યારે ૩ હજુ વેચાવાના બાકી છે. આ હેલિકોપ્ટર્સ પૈકી દરેકનું વજન ૧૦ ટન જેટલું છે. જેથી તેને જાેવા અને સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પંજાબમાં ભંગારના વેપારી મિટ્‌ઠુ કબાડીના પુત્ર ડિમ્પલ અરોરાએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સરસ્વા એરબેઝથી ૬ હેલિકોપ્ટર ખરીદ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ભંગારવાળાએ આ ૬ હેલિકોપ્ટર માટે ૭૨ લાખ રૂપિયાની કિંમત ચૂકવી છે. ૬માંથી ૩ હેલિકોપ્ટર તો વેચાઈ ગયા છે, જ્યારે ૩ હજી બાકી છે, જે આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ખરીદી કર્યા બાદ ટૂંક સમયમાં જ ૩ હેલિકોપ્ટર વેચાઈ ગયા હતા. આ હેલિકોપ્ટર્સ મુંબઇમાં ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલા વ્યક્તિ અને લુધિયાનાના હોટલ બિઝનેસમેન લીધા છે. હેલિકોપ્ટર ટ્રોલી પર લાવવામાં આવ્યા હતા. હજી ૩ હેલિકોપ્ટર વેચાવાના બાકી હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે, જેથી ટેમ્પરરી આ જગ્યા હાલ લોકો માટે સેલ્ફી પોઈન્ટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.