કેરિયરની શરૂઆતમાં ઘણી વખત રિજેક્ટ કરાઇ : સ્વરા
મુંબઇ, સ્વરા ભાસ્કરને બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તે તમામ પ્રકારના પડકારરૂપ રોલ ખુબ સફળરીતે અદા કરી રહી છે. જા કે સ્વરાએ પણ પોતાની કેરિયરમાં બોલિવુડમાં જામી જમા માટે ખુબ મહેનત કરી છે. તાજેતરમાં જ સ્વરાએ વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે કેરિયરની શરૂઆતમાં તે પણ ખુબ મુશ્કેલીનો સામનો કરી ચુકી છે. એવી જ એક ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વરાએ કહ્યુ છે કે તેને એક વખતે માત્ર એટલા માટે ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી હતી કે તે ખુબ જ ઇન્ટેલિજન્ટ નજરે પડી રહી હતી. સ્વરાએ કહ્યુ છે કે તે પોતાનો એવો અભિપ્રાય ધરાવે છે કે બોલિવુડમાં દરેક સ્ટારને કોઇને કોઇ વખત રિજેક્શનનો સામનો કરવો પડે છે.
જો આવુ ન હોય તો લોકો મેક અપ પાછળ આટલી રકમ ખર્ચ ન કરે. આના કારણે કોઇ વ્યક્તિના માઇન્ડ સેટ અંગે પણ માહિતી મળે છે. તેનુ કહેવુ છે કે તે જ્યારે મુંબઇ આવી હતી ત્યારે એક નિર્દેશકને મળવા માટે પહોંચી ગઇ હતી. મીટિંગ દરમિયાન નિર્દેશકે તેને રિજેક્ટ કરી દીધી હતી. કારણ કે તે તેમને વધારે ઇન્ટેલિજન્ટ લાગી રહી હતી. તેને હજુ સુધી આ વાતની ખબર પડી નથી કે આનો શુ અર્થ થયો છો. સ્વરા છેલ્લે કરીના કપુર, સોનમ કપુર અને શિખાની સાથે વીરે દી વિડિંગમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પણ તમામ લોકોએ પ્રશંસા કરી હતી.સ્વરા ભાસ્કર સુરજ બડજાતિયાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં પણ તે રોલ કરી ગઇ હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાનના બહેનની ભૂમિકામાં નજરે પડી હતી. સ્વરા ભાસ્કરની ગણતરી બોલિવુડમાં હાલની સૌથી ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. તેની ફિલ્મને લઇને તેના ચાહકોમા પણ ચર્ચા રહે છે. સ્વરા ભાસ્કર દરેક મુદ્દા પર સ્પષ્ટ નિવેદન માટે પણ જાણીતી રહી છે.