Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૩૧ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયું

(માહિતી બ્યુરો,પાલનપુર) પાલનપુર મુકામે આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી મગનલાલ માળી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પીનાબેન ઘાડીયા અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીયબેન કરેણની ઉપસ્થિમાં બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના ૪ અને તાલુકા કક્ષાના ૨૭ મળી કુલ- ૩૧ શ્રેષ્ઠા શિક્ષકોનું પારિતોષિક આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેનશ્રી મગનલાલ માળીએ પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠગ શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, પૂર્વ રાષ્ટ્રમપતિ અને આજીવન શિક્ષકશ્રી ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણોનના જન્મદિને દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યીના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા બહુ મહત્વની હોય છે. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢેક દાયકામાં સમગ્ર રાજયમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે ત્યારે આપણા બાળકોને સારૂ શિક્ષણ આપી ઉજ્જવળ ભવિષ્યુનું નિર્માણ કરીએ. ચેરમેનશ્રી જણાવ્યું કે, બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર સિંચન અને તેમની જીજ્ઞાશા સંતોષવાનું કામ શિક્ષકો કરે છે. તેમણે શિક્ષકોને સંબોધતાં કહ્યું કે, તમારા હકારાત્મક અનુભવો વિધાર્થીઓ સમક્ષ રજૂ કરવાથી વિધાર્થીઓને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, અંતરીયાળ ગામડાઓના બાળકોને પણ સારુ શિક્ષણ મળે તે માટે શાળાના ઓરડા, ક્વોલીફાઇડ શિક્ષકો સહિત ઘણી સવલતો શાળાઓમાં ઉપલબ્ધ બનાવાઇ છે. ચેરમેનશ્રીએ કહ્યુ કે, શિક્ષકોના વાણી-વર્તન અને આચારમાંથી પણ વિધાર્થીઓ શીખતા હોય છે ત્યારે આપણે પણ બાળકોને પ્રેરણા મળે તેવા રચનાત્મક કાર્યો કરીએ જેનાથી સુખી અને સમૃધ્ધ સમાજનું નિર્માણ થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પીનાબેન ઘાડીયાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, સમાજમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન મહત્વનું હોય છે. આજે આપણે જે પણ જગ્યાએ છીએ તે શિક્ષકોને આભારી છીએ. તેમણે કહ્યું કે, ૨૧ સદી એ જ્ઞાન અને શિક્ષણની સદી છે ત્યારે બાળકોમાં રહેલી શુષુપ્તુ શક્તિઓને જગાડી તેને બહાર લાવવાનું તથા ચારિત્ર્ય નિર્માણનું કાર્ય કરીએ. તેમણે વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં અને બાળકોની પ્રગતિમાં ભાગીદાર બનવા શિક્ષકોને આહવાન કર્યુ હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણે પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, આપણા શ્રેષ્ઠ્‌ શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણિનના જીવનમાંથી પ્રેરણા મેળવી મજબુત રાષ્ટ?ર્નું નિર્માણ કરીએ. તેમણે કહ્યું કે, ગુરૂજનો- શિક્ષકો ભારતવર્ષના ઘડવૈયા છે. શિક્ષકો શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર રેડવાનું પવિત્ર કામ કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર બે વિધાર્થીનીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. જ્યારે અભારવિધિ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડાએ કરી હતી.કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી અશ્વિનભાઇ પરમાર, શ્રી દિનેશભાઇ પરમાર, ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જે.નોગોસ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અનિશાબેન પ્રજાપતિ સહિત શિક્ષણપ્રેમી અગ્રણીઓ, બી.આર.સી., સી.આર.સી. અને સારી સંખ્યામાં શિક્ષકશ્રી અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.