Western Times News

Gujarati News

ચીનની રક્ષા મંત્રાલય સિહત દેશના અનેક વેબસાઇટ હૈંક કરવાની યોજના

Files Photo

કોલકતા: પશ્ચિમ બંગાળના માલદાથી પકડાયેલ ચીની જાસુસીએ અનેક ચોકાવનારા ખુલાસા કર્યા છે આ જાસુસે કહ્યું છે કે ચીન ભારતની અનેક મહત્વપૂર્ણ વેબસાઇટોને હૈંક કરવાની યોજના બનાવી રહ્યું છે તેમાં રક્ષા મંત્રાલયની વેબસાઇટ પણ સામેલ છે.એસટીએફે ચીની ધુષણખોરની પુછપરછ બાદ આ માહિતી આપી હતી આ ચીની નાગરિક બાંગ્લાદેશના માર્ગે ભારતમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અહીંથી જ તેને પકડવામાં આવ્યો હતો પુછપરછ દરમિયાન ધુષણખોરો કહ્યું કે તે પહેલા જ અનેક સીમ ભારતથી ખરીદ કરી ચીન મોકલાવી ચુકયા છે.

એસટીએફ આ જાસુસથી વધુ પુછપરછ કરવા ઇચ્છે છે જેથી અનેક વધુ મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકાય આ ચીની નાગિકનું નામ હૈન જુનવે બતાવાય છે આ યુવકે પુછપરછ દરમિયાન કહ્યું કે ચીની એજન્સીઓએ બેંગ્લુરૂની તે ંકંપનીને નિશાન બનાવી જે મંત્રાલય અને બીએસએનએલથી જાેડાયેલ છે.

નામ નહીં આપવાની શરતે એસટીએફના એક અધિકારીએ કહ્યું કે ચીનના નિશાન પર ફકત સરકારી વેબસાઇટ નથી ડ્રૈગન ભારતની એયરોસ્પેસ કંપનીઓની વેબસાઇટ પણ હૈક કરવા ઇચ્છે છે.તેના માટે તે સતત પ્રયાસો કરી રહ્યું છે આ કામ માટે ચીન પોતાના જાસુસી નેટવર્કને પણ મજબુત કરી રહ્યું છે ચીન હંમેશા જ ભારતની સુરક્ષા પ્રણાલીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો રહે છે કારણ કે એશિયામાં ભારત જ એવો જેશ છે જે ચીનને સૌથી વધુ પરેશાન કરી શકે છે.

સુરક્ષા એજન્સીઓએ આ મામલાની તપાસ એ એંગલથી પણ શરૂ કરી છે કે ભારતથી જાેડાયેલ આ એજન્સીઓથી આ ચીની જાસુસને શું સંબંધ છે.ચીની જાસુસ કયાં હેતુની સાથે ભારત ધુસ્યો હતો તેની યોજના શું છે એજન્સી એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ભારતમાં ફેલાયેલ આતંકી નેટવર્કને ચીનથી ફંડિગ મળી રહ્યું છે જાે આમ છે તો કયાં સંગઠનને ચીન પૈસા પહોંચાડી રહ્યું છે આ તમામ સવાલોને ધ્યાનમાં રાખી ભારતીય સુરક્ષા એજન્સીઓ પુરા મામલાની તપાસ કરી રહી છે.

આ ચીની નાગરિકની ૧૨ જુનના રોજ ધરપકડ કરવામાં આવી હતી તેની પાસેથી મોબાઇલ ફોન અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યું હતું આ બંન્ને વસ્તુઓને અનલોક કરવાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચીની નાગરિકના સંબંધમાં આ મહત્વપૂર્ણ પુરાવો હોઇ શકે છે પરંતુ તેમાં મજબુત પાસવર્ડ લાગેલ છે ને તેને સુરક્ષિત રાખવા માટે ચીની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણેથી ચીની ધુષણખોરોના આ ગેજેટ્‌સને ઓન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે જાે ભારતીય એજન્સીઓ તેને અનલોક કરી સમગ્ર ડેટા નિકાળી લે તો કેટલાક મહત્વપૂર્ણ માહતી ભારતને હાથ લાગી શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.