ગૂગલ અને જિયોએ સંયુક્ત રીતે વિકસાવેલો સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ રજૂ કર્યો
વિવિધ ભાષાઓ અને ભાષાંતરના ફીચર્સ, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ તથા સિક્યુરિટી અપડેટ્સ સહિત જિયોફોન નેક્સ્ટ સાચા અર્થમાં નવીનત્તમ ક્ષમતાઓ સાથે આવશે – અભૂતપૂર્વ ક્ષમતાઓ સાથે પોસાય તેવો સ્માર્ટફોન 10 સપ્ટેમ્બર 2021થી ઉપલબ્ધ થશે
ગૂગલ અને જિયો દ્વારા આજે સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલો મેડ-ફોર-ઇન્ડિયા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી, જે આ વર્ષના અંતભાગમાં રજૂ કરવામાં આવશે. ખાસ તૈયાર કરવામાં આવેલા ફીચર્સ સાથે એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોરનો લાભ લઈ વિકસાવાયેલી ઓપ્ટિમાઇઝ્ડ OS આધારિત જિયોફોન નેક્સ્ટ માટે બે ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશન્સે સમગ્ર ભારતના લાખો સ્માર્ટફોન વપરાશકર્તાઓની અનોખી જરૂરિયાતો સંતોષવા માટે ખભેખભા મિલાવી કામ કર્યું હતું.
ઇન્ટરનેટનો વપરાશ જ્યારે મૂળભૂત જરૂરિયાત બન્યો છે એવા સમયમાં, લાખો ભારતીયો ઇન્ટરનેટ, આ સુવિધાઓના ઉપયોગથી અને તેમની જિંદગી પર હકારાત્મક તથા તાત્કાલિક અસર કરી શકે તેવી માહિતી સહિતની સુવિધાઓથી વંચિત છે. ગૂગલની એન્ડ્રોઇડ ટીમ આ ભારતીયોની જરૂરિયાતો સંતોષવા માટે સખત પ્રયત્નો કરી રહી છે.
ટેક્નોલોજી અને ગ્રાહકોની જરૂરિયાતની ઊંડી સમજ ધરાવતી બંને કંપનીઓ દ્વારા સુપિરિયર યુઝર એક્સપિરિયન્સ માટે નવો ચીલો ચાતરતી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે. અને તેથી જ લાખો ભારતીયો ડિજિટલ જીવન કેવી રીતે જીવી શકે છે
તેના પર પુનર્વિચારણા કરવા માટે ગયા વર્ષથી તેમની પ્રતિજ્ઞાને ધ્યાનમાં રાખીને ગૂગલ અને જિયો દ્વારા એવો સ્માર્ટફોન અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે જેના પર વપરાશકર્તા પોતાની ભાષામાં કન્ટેન્ટ મેળવી શકે અને ફોનનો ઉપયોગ કરી શકે, એટલું જ નહીં તેમાં જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ સાથે સિક્યુરિટી અપડેટ્સ મળશે.
આ સંયુક્ત પ્રયાસો અંગે બોલતાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, “ભારતીયોને તેમની ભાષામાં પોસાય તેવી કિંમતે ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ મળે, ભારતીયોની અનોખી જરૂરિયાત સંતોષવા માટે નવા ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવી અને વેપાર-વ્યવસાયોને ટેક્નોલોજીથી સશક્ત બનાવવા એ અમારા આયોજનના કેન્દ્ર સ્થાને છે. આજે હું ખૂબ જ ઉત્સાહિત છું
કારણ કે અમે ગૂગલ સાથે વિકસાવવામાં આવેલો પોસાય તેવો જિયો સ્માર્ટફોન સાથે નવી શરૂઆત કરી અમારા વિઝન તરફ વધુ એક કદમ માંડ્યું છે. તેમાં ભાષા અને ભાષાંતરના ફીચર્સ હશે, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. આ માત્ર ભારત માટે તૈયાર કરવામાં આવ્યો છે અને જેઓ પહેલીવાર ઇન્ટરનેટનો અનુભવ કરી રહ્યા છે તેમના માટે અનેક નવી સંભાવનાઓ ઉજાગર કરશે.”
આ ફોનની જાહેરાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તા ધરાવતી અને સૌથી વધુ પોસાય તેવી 4G સેવાઓ રજૂ કરી ભારતમાં જિયોએ સાચા અર્થમાં ડિજિટલ કનેક્ટિવિટીનું લોકતાંત્રીકરણ કર્યું છે…
ગૂગલ અને જિયોની ટીમોએ સંયુક્તપણે સાચા અર્થમાં નવો ચીલો ચાતરતો સ્માર્ટફોન વિકસાવ્યો છે જેને અમે જિયોફોન નેક્સ્ટ કહીએ છીએ. જિયોફોન નેકસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો અત્યંત ગાઢ રીતે ઓપ્ટિમાઇઝ કરેલો અવતાર છે. અત્યંત પોસાય તેવી કિંમત હોવા છતાં જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-અલાઉડ સ્ક્રીન ટેક્સ્ટ, ભાષાંતર, ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર સાથેના સ્માર્ટ કેમેરા સહિત અનેક નવીનતમ ફીચર્સ ધરાવે છે.
એક નવો જ ચીલો ચાતરે તેવી પ્રોડક્ટ વિકસાવવા માટે એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની અને નેશનલ ટેક્નોલોજી ચેમ્પિયન સાથે મળીને કામ કરે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જિયોફોન નેક્સ્ટ આ વર્ષે 10 સપ્ટેમ્બર, એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વથી બજારમાં ઉપલબ્ધ થશે.”