Western Times News

Gujarati News

ઇતિહાસમાં પહેલીવાર મેચમાં માત્ર ૧૦ પ્લેયર્સે ફિલ્ડિંગ કરી

Files Photo

ઈસ્લામાબાદ: મૅચની ૧૧મી ઓવર દરમિયાન પેશાવર જલમીના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાન પોતાના સ્પેલની છેલ્લી ઓવર નાખી રહ્યો હતો ત્યારે પગમાં ખેંચ આવી હતી પરંતુ પોતાની ઓવર સમાપ્ત કરી દીધી હતી. ઓવર સમાપ્ત થતાં જ તે ડૉક્ટર દ્વારા સારવાર લેવા માટે બાઉન્ડ્રી પર જતો રહ્યો અને ઇજા વધુ હોવાથી મૅચમાં પરત ન ફરી શક્યો. ઈરફાનના બદલે હૈદર અલી ગ્રાઉન્ડ પર આવતા જ એમ્પાયર અલીમ ડારે તેને અટકાવી દીધો. પેશાવર જલમીના કેપ્ટન વહાબ રિયાઝ, સિનિયર ખેલાડી શોએબ મલિક અને ઍમ્પાયર અલીમ ડાર વચ્ચે ઈરફાનની ઇજા પર લાંબી ચર્ચા થઈ હતી.

અલીમ ડારનું માનવું હતું કે, ઈરફાનની ઇજા ખોટી છે અને જલમી માત્ર સારા ફિલ્ડરને રમાડવા માટે ઇજા થઈ હોવાનું નાટક કરે છે. ૧૦ પ્લેયર્સ સાથે ફિલ્ડિંગ કરવી ક્રિકેટના ઇતિહાસમાં આવું ભાગ્યે જ બન્યું હશે. સાથે સાથે દુનિયભરની તમામ મોટી ટુર્નામેન્ટ સાથે સરખાવવામાં આવે છે એવામાં આવી ઘટના પીસીએલનું સ્ટાન્ડર્ડ દર્શાવે છે કે, પાકિસ્તાનના ઍમ્પાયર પણ ખેલાડીઓ સાથે એકમત નથી. હૈદર અલી ઈરફાનની સરખામણીમાં ઘણો સારો ફિલ્ડર છે

તેટલા માટે જ પેશાવર જલમી ઈરફાનનો બોલિંગ સ્પેલ સમાપ્ત થતાં જ તેને હૈદર સાથે રિપ્લેસ કરવા માટે આતુર હતા. અલીમ ડારનુ માનવું હતું કે, જાે ઇજા એટલી જ ગંભીર હોત તો છેલ્લી ઓવર ઈરફાને પૂરી કરી જ ના શકે. મેડિકલ સ્ટાફ દ્વારા મૅચ દરમિયાન ચોક્કસ જવાબ ના આવતા અલીમ ડારે પેશાવર જલમીને ઈરફાનને પાછો બોલાવો નહિતર માત્ર ૧૦ પ્લેયર્સ સાથે ફિલ્ડિંગ કરવાનો વિકલ્પ આપ્યો. હૈદર અલીને ઈરફાનના બદલે ફિલ્ડિંગ કરવાની ના પાડી દેવામાં આવી હતી.

ઇનિંગની ૧૧મી ઓવરથી લઈને ૧૫મી ઓવર સુધી પેશાવર જલમીને માત્ર ૧૦ પ્લેયર્સ સાથે ફિલ્ડિંગ કરવી પડી હતી. છેવટે ૧૫મી ઓવરમાં ફરીથી અલીમ ડાર અને વહાબ રિયાઝ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને ડૉક્ટર દ્વારા ઈરફાનની ઇજા સાચી છે એ વાતની ખાતરી થયા બાદ અલીમ ડારે ઈરફાનના બદલે બીજા ખેલાડીને રમાડવાની પરવાનગી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.