Western Times News

Gujarati News

બાઈડેનના ખાતાથી પુત્રએ કોલ ગર્લને ૧૮ લાખનું પેમેન્ટ કર્યું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનના બેંક ખાતામાંથી લાખો રૂપિયા કોલ ગર્લ પાસે પહોંચી ગયા હતા. આવું તેમના પુત્ર હન્ટર બાઈડેનના કારણે બન્યું. હન્ટરે વર્ષ ૨૦૧૮ના રોજ એક કોલ ગર્લ સાથે હોટલમાં રાત વીતાવી હતી અને તેનું પેમેન્ટ તેમણે જાે બાઈડેનના ખાતામાંથી કર્યું હતું. અમેરિકી અખબાર ન્યૂયોર્ક પોસ્ટે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૮માં હોલીવુડની ચેટો મારમોન્ટ હોટલમાં એક કોલ ગર્લ સાથે વીતાવેલી રાતો માટે અજાણતા હન્ટરે પોતાના પિતાના એકાઉન્ટથી જ પેમેન્ટ કરી નાખ્યું હતું. હન્ટર બાઈડેનના લેપટોપમાં અનેક મેસેજ, તસવીરો અને નાણાકીય લેવડદેવડની જાણકારી મળી છે. રિપોર્ટ મુજબ આ લેપટોપને હન્ટર બાઈડેન એક ડાયરીની જેમ ઉપયોગમાં લેતા હતા. હન્ટરે તે લેપટોપને રિપેરિંગ માટે દુકાનમાં આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભૂલી ગયા.

ન્યૂયોર્ક પોસ્ટે દસ્તાવેજાેના આધારે દાવો કર્યો કે તેમના પુત્ર હન્ટર બાઈડેને પોતાની મનગમતી સાઈટ એમરાલ્ટ ફેન્ટસી ગર્લ્સમાંથી પોતાના માટે રશિયન અને નીલી આંખોવાળી કોલ ગર્લ પસંદ કરી અને તેની સાથે તેમણે રાત વીતાવી. મહિલાનું નામ યાના હતું. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેને ૨૪ મે ૨૦૧૮ના રોજ ગુલનોરા નામની મહિલાનો સંપર્ક કર્યો

જે એમરાલ્ડ ફેન્ટસી ગર્લ્સ માટે એક રજિસ્ટર્ડ એજન્ટ હતી. તેને પૈસા મોકલવાની કોશિશ એક એપ દ્વારા કરી પરંતુ તેનું કાર્ડ કામ કરતું નહતું. અને ત્યારબાદ નાની નાની રકમમાં ૨૫,૦૦૦ ડોલર એક કલાકથી પણ ઓછા સમયમાં તેમણે ટ્રાન્સફર કર્યા. ડેઈલી મેઈલમાં પ્રકાશિત અન્ય એક ખબર મુજબ હન્ટરના લેપટોપથી એક્સપર્ટ દ્વારા ૧૦૩,૦૦૦ ટેક્સ્ટ મેસેજ, ૧૫૪,૦૦૦ ઈમેઈલ, ૨૦૦૦થી વધુ તસવીરો પ્રાપ્ત કરાઈ છે. જેનાથી ચોંકાવનારા ખુલાસા થયા છે.

વગદાર પરિવારના પુત્રના અંગત જીવન સંબંધિત અનેક ખુલાસા વચ્ચે અત્રે જણાવવાનું કે જે સમયની હન્ટરની આ ચેટ અને ઈમેઈલ લીક થયા ત્યારે તેમના પિતા જાે બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ નહતા. હન્ટરે વર્ષ ૨૦૧૮માં એક મહિલાને સ્વીટહાર્ટ, લવ કહીને મેસેજ કર્યો હતો. જેમાં યુક્રેનની આ મહિલાની માતાના ઘરનું ભાડુ આપવાની રજુઆત કરતા પ્લેનની ટિકિટ ખરીદવાની સાથે સેલરી પણ અપાઈ હતી.

૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ હન્ટરે ડાયના પગાનો નામની એક મહિલાને પણ ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ઢગલો તસવીરો, દસ્તાવેજાે, ઈમેઈલ અને અન્ય ચેટની તપાસથી જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ સુધીમાં હન્ટરે પોતાને પૂરેપૂરી રીતે કરજમાં ડૂબાડી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.