Western Times News

Gujarati News

માછલીએ પ્રેગ્નેન્ટ કર્યાનો થાઈલેન્ડની કિશોરીનો દાવો

Files Photo

થાઈલેન્ડ: થાઇલેન્ડમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તેણી થોડા મહિનાઓથી પ્રેગ્નેન્ટ છે, પરંતુ તેના પેટમાં ઉછરી રહેલું બાળક કોઈ મનુષ્યનું નહીં પરંતુ માછલીનું છે. આ દાવો થાઇલેન્ડમાં રહેતી ફિલિપિના કિમ્બર્લીએ કર્યો છે. પરેશાન કરતી વાત તો એ છે કે તેણીના અલ્ટ્રાસાઉન્ટ રિપોર્ટમાં પણ પેટમાં એક માછલી ઉછરી રહેલી નજરે પડે છે. થોડા મહિનાથી તેણીને પેટમાં દુઃખી રહ્યું હતું અને તેણીનું પેટ વધી રહ્યું હતું. યુવતીનું પેટ વધવા લાગ્યું ત્યારે માતાપિતા સહિતના લોકોએ શંકા કરી હતી. જાેકે, યુવતીનું કહેવું છે કે તેણીનો કોઈ બોયફ્રેન્ડ નથી.

જ્યારે કિમ્બર્લીના દાદીનું કહેવું છે કે તેની પૌત્રી માસિક ધર્મ દરમિયાન તરવા માટે ચાલી ગઈ હતી. આવું થાય ત્યારે છોકરીઓના શરીરમાં કોઈ બહારની વસ્તુ અંદર જવાની સંભાવના વધી જાય છે. કિમ્બર્ગીના દાદીનું માનવું છે કે તેની પૌત્રી સાથે પણ કંઈક આવું જ થયું છે. યુવતીના ગર્ભમાં માછલી હોવાનો વિશ્વાસ ત્યારે મજબૂત થયો જ્યારે તેણીનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં તેણીના પેટમાં એક માછલી ઉછરી રહી હોવાનું માલુમ પડ્યું હતું. ડૉક્ટર પણ આ જાેઈને પરેશાન હતા. ડૉક્ટરનું કહેવું છે કે તેમણે પહેલા ક્યારેય આવો રિપોર્ટ જાેયો નથી. કિમ્બર્ગીના પેટમાં એકદમ માછલી જેવી દેખાતી આકૃતિ તરી રહી હતી.

તેનું મોઢું અને આંખ પણ માછલી જેવી જ દેખાતી હતી. જાેકે, બાદમાં ડૉક્ટરે જણાવ્યું હતું કે યુવતીના પેટમાં માછલી નહીં પરંતુ ઓવેરિયન સિસ્ટ હતી. આ સિસ્ટ ખૂબ જ ઝડપથી મોટી થઈ રહી હતી, જેના કારણે તેણીનું પેટ કોઈ ગર્ભવતી મહિલાની જેમ વધી રહ્યું હતું. ડૉક્ટરનું એવું પણ માનવું છે કે મનુષ્ય ક્યારેય પણ માછલીને પોતાના પેટમાં ન ઉછેરી શકે. મનુષ્યના શરીરમાં માછલી જીવતી જ ન રહી શકે. ઓવરી સુધી તેનું પહોંચવું શક્ય જ નથી

કારણ કે ફિલોપિન ટ્યૂબથી તેનું અંદર પ્રવેશ કરવું અશક્ય છે. હવે કિમ્બર્ગીને આ માટે ઓપરેશનની જરૂર છે. એક સ્થાનિક હૉસ્પિટલ કિમ્બર્ગીની મફતમાં સર્જરી કરશે. આમ છતાં તેણીને અન્ય મેડિકલ ખર્ચ, રિપોર્ટ અને દવા માટે પૈસાની જરૂર છે. આ માટે કિમ્બર્ગીએ સાથે મળીને ફંડ માટે અપીલ કરી છે. આ સમાચાર બે વર્ષ પહેલા પણ વાયરલ થયા હતા. હવે કોઈ કારણે ફરીથી આ કિશોરી ચર્ચામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.