મ્યુનિસિપલ વિરોધ પક્ષના નેતા માટે ‘મીમ’ની દાવેદારી
ઉંઘતી કોંગ્રેસનો લાભ લેવા ‘મીમ’ તૈયાર
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી જેના એક મહિના બાદ વિજેતા ભારતીય જનતા પાર્ટીએ મેયર સહિતના હોદ્દેદારોની નિમણુંક કરી હતી તેમજ મે મહીનામાં સબ કમિટી ચેરમેનોના નામ પણ જાહેર કર્યાં હતાં જેની સામે માત્ર ર૪ કોર્પોરેટર ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી વિપક્ષી નેતાના નામની જાહેરાત કરી નથી. કોંગ્રેસની યાદવાસ્થળીનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને તો થઈ જ રહયો છે પરંતુ ઔવેસીની ‘મીમ’ પાર્ટીએ પણ વહેતી ગંગામાં હાથ ધોવાની તક ઝડપી છે તથા કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા નકકી કરવામાં ન આવે તો ‘મીમ’ ને તે તક આપવામાં આવે તે મતલબની રજુઆત મેયર સમક્ષ કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસ પક્ષના માત્ર ૨૪ કોર્પોરેટર ચૂંટાતા વિરોધ પક્ષ બન્યો છે પરંતુ કોંગ્રેસ હજી સુધી વિરોધ પક્ષ તરીકે નેતા નક્કી કરી શકી નથી. મ્યુનિસિપલ કોંગ્રેસમાં નેતાપદ માટે આંતરિક લડાઈ અને ધારાસભ્યોના નજીકના લોકોને નેતા તરીકે બેસાડવા સીધી સ્પર્ધા ચાલી રહી છે ત્યારે છૈંસ્ૈંસ્ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે સ્થાન આપવા માટે મેયરને રજુઆત કરી છે. છૈંસ્ૈંસ્ ના શહેર પ્રમુખ શમશાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા ૭ કોર્પોરેટરને સાથે રાખીને મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. પક્ષના નેતા મોહંમદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે કહ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ચાર મહિના થઈ ગયા છે. સત્તા પક્ષ પોતાની સત્તા પર છે પરંતુ વિરોધ પક્ષના નેતા હજી કોઈ બન્યા નથી. લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રજાનો મજબૂત અવાજ હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મજબૂત વિરોધ પક્ષ નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના ૨૪ કોર્પોરેટરને જવાબદારી છે પરંતુ તેઓએ જવાબદારી નિભાવી નથી.
કોર્પોરેશનમાં વિરોધ પક્ષ ખાલી હોય એક પક્ષ તરીકે અમે પ્રજાના અવાજ તરીકે છે ‘મીમ’ના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખને નેતાને વિરોધ પક્ષના નેતા બનાવવા મેયરને રજુઆત કરી છે. જાે કોંગ્રેસના નેતાઓ/ કોર્પોરેટર નારાજ હોય તો AIMIM માં જાેડાઈ શકે છે. AIMIM મજબૂત વિપક્ષ બની અને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે.