Western Times News

Gujarati News

મેટ્રો કેશ એન્ડ કેરી વર્ષગાંઠ સ્પેશિયલ 24 જૂનથી 15 ઓગસ્ટ સુધી ચાલશે

મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાએ વર્ષગાંઠ સ્પેશિયલ ‘અનલોક પ્રોફિટ્સ, અનલોક સેવિંગ્સ’ સાથે તેની 18 વર્ષની સફળતાની ઉજવણી કરી-જેમાં મેટ્રોના 28 હોલસેલ સ્ટોર્સ ઉપર વિશેષ ઓફર્સ પ્રાપ્ત કરી શકાશે

·         વર્ષગાંઠ સ્પેશિયલનો ઉદ્દેશ્ય બીજી લહેરથી અસરગ્રસ્ત નાના વ્યવસાયોને સહયોગ કરવાનો તેમજ કામગીરી પુનઃશરૂ કરવામાં અને નફાકારક બનવામાં મદદરૂપ બનવાનો છે

બેંગાલુરુ, ભારતના અગ્રણી સંગઠિત હોલસેલર અને ફુડ સ્પેશિયાલિસ્ટ મેટ્રો કેશ એન્ડ કેરી ભારતમાં તેની કામગીરીના 18 વર્ષોની સફળતાની ઉજવણી કરી રહ્યું છે અને તેણે ભારતમાં પોતાના 28 હોલસેલ સ્ટોર્સ ઉપર વર્ષગાંઠ સ્પેશિયલ્સની રજૂઆત કરી છે. મેટ્રોના 3 મિલિયનથી વધુ નાના અને સ્વતંત્ર કારોબારી ગ્રાહકો 24 જૂનથી શરૂ થતાં અને 15 ઓગસ્ટ, 2021 સુધીના 53 દિવસ લાંબી વર્ષગાંઠ સમારોહમાં વર્ષગાંઠ ઓફર્સનો લાભ ઉઠાવી શકે છે. આ વિશેષ ઓફર્સ મેટ્રો હોલસેલ એપ https://bit.ly/2JxGMz4 (એન્ડ્રોઇડ માટે) ઉપર પણ પ્રાપ્ત કરી શકાય છે.

વર્ષગાંઠ એક્ટિવેશન માટે મેટ્રોએ તેના તમામ સ્ટોર્સ ઉપર ગ્રાહકોના સલામત અને સરળ ખરીદીના અનુભવને સુનિશ્ચિત કરવા માટે 30થી વધુ સુરક્ષા ઉપાયોને બળ આપ્યું છે. એક વિશેષ ‘અનલોક પ્રોફિટ્સ, અનલોક સેવિંગ્સ’ કેમ્પેઇન નાના અને સ્વતંત્ર કારોબારી ગ્રાહકો માટે રજૂ કરવામાં આવ્યું છે,

જેથી તેમને કામગીરી પુનઃશરૂ કરવામાં અને નફાકારકતાને બળ આપવામાં મદદ કરી શકાશે. વિશેષ પ્રકારે તૈયાર કરાયેલી ઓફર્સ જેમકેબોગો (બાય વન ગેટ વન) ડીલ્સ અને વિવિધ બ્રાન્ડ્સ ઉપર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઉપર તબક્કાવાર રીતે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરાઇ રહ્યાં છે.

આ સમયગાળામાં મેટ્રો ભારતમાં તેના 3 મિલિયનથી વધુ ગ્રાહકોને બેજોડ વર્ષગાંઠ ઓફર્સ જેમકે ડીલ પે ડીલ, મેટ્રો સ્પેશિયલ્સ, સુપર સેવર, અનબિલિવેબલ 49, અનબિટેબલ 99 અને ફ્લેશ ડીલ ઓફર કરશે. ખાસ વર્ષગાંઠ ઓફર્સ રજૂ કરવા માટે લોકપ્રિય અભિનેતા નમિત દાસ સાથે એક ખાસ ટેલીવિઝન કેમ્પેઇન શરૂ કરાઇ રહ્યું છે.

મહામારીની બીજી લહેર બાદ તેમજ લોકડાઉનના નિયંત્રણો હળવા થતાં વર્ષગાંઠ સ્પેશિયલ નાના અને સ્વતંત્ર કારોબારીઓ માટે મોટી રાહત લઇને આવ્યું છે. મેટ્રો આ વ્યવસાયોને સહયોગ કરવા માટે સંપૂર્ણપણે કટીબદ્ધ છે અને તે હોમ એપ્લાયન્સિસ, એપરલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ ફર્નિશિંગ, કિચન એસેસરિઝ, ટોઇલેટરિઝ, લગેજ, એફએમસીજી બ્રાન્ડ્સ તેમજ કોમોડિટિઝ, તેલ, કઠોળ સહિતની વિવિધ શ્રેણી ઉપર જંગી ડિસ્કાઉન્ટ્સ ઓફર કરી રહ્યું છે. મેટ્રોની પોતાની ઇન-હાઉસ બ્રાન્ડ્સ જેમકે એઆરઓ, ફાઇન લાઇફ, મેટ્રો શેફ, મેટ્રો પ્રોફેશ્નલ, રિઓબા અને ટ્રિંગટોન હાઉસ પણ આકર્ષક ડિસ્કાઉન્ટ્સ અને લાભો આપશે.

ભારતમાં મેટ્રોની 18મી વર્ષગાંઠ અંગે વાત કરતાં મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદ મેડીરટ્ટાએ કહ્યું હતું કે, દેશભરમાં લોકડાઉનના નિયંત્રણ હળવા થવાના શરૂ થયાં છે ત્યારે ઘણાં નાના અને સ્વતંત્ર વ્યવસાયો કામગીરી પુનઃશરૂ કરવા સજ્જ બની રહ્યાં છે.

અમારી વર્ષગાંઠ સ્પેશિયલ આ સ્વતંત્ર વ્યવસાયોને પરત ફરવામાં સહયોગ કરશે. અમે અમારા ગ્રાહકો સાથે અમારી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે અમે અમારા તમામ સ્ટોર્સ ઉપર સલામતી ઉપાયો અને કોવિડ ઉપર્યુક્ત વ્યવહાર સુનિશ્ચિત કરી રહ્યાં છીએ, જેથી દરેક ગ્રાહક મેટ્રો ખાતે ખરીદી વખતે સંપૂર્ણ સલામતી અનુભવે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષોથી અમે અમારા ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ ઉકેલો પ્રદાન કરવા ઉપર સતત કામ કરી રહ્યાં છીએ અને ઘણાં સ્થાનિક અને સ્વદેશી બ્રાન્ડ્સને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે. અમારી 18મી વર્ષગાંઠ નિમિત્તે હું અમારા હજારો નાના અને સ્વતંત્ર વ્યવસાયો, કિરાણા, હોરેકા પાર્ટનર્સ, સપ્લાયર પાર્ટનર્સ, કૃષિ સમુદાય સાથે મેટ્રોની અમારી ટીમનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે દેશમાં મેટ્રોને સૌથી મોટી અને સૌથી નફાકારક હોલસેલર બનાવવાની અમારી યાત્રામાં સહયોગ આપ્યો છે.

ભારતમાં વર્ષ 2003માં કામગીરીની શરૂઆતથી મેટ્રોએ એસએમઇ અને સ્વતંત્ર વ્યવસાયો વચ્ચે મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને વિશ્વાસ પેદા કર્યો છે. ‘ચેમ્પિયન્સ ફોર ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ’ હોવા તરીકે મેટ્રોએ હંમેશા સ્થાનિક વ્યવસાયોને સહયોગ કર્યો છે તથા મેટ્રો દ્વારા તેના સ્ટોર્સમાં વેચાતી 99 ટકા પ્રોડક્ટ્સ એમએસએમઇ અને સ્થાનિક સપ્લાયર્સ પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હોય છે.

ભારતમાં તેની 18 વર્ષની કામગીરીમાં મેટ્રો આ સ્વતંત્ર વ્યવસાયોને સમૃદ્ધ કરવામાં અગ્રેસર રહ્યું છે અને તેના સ્માર્ટ કિરાણા પ્રોગ્રામ દ્વારા કિરાણા ઇકોસિસ્ટમને સશક્ત કરવામાં ગર્વ અનુભવે છે. પોતાના પ્રકારની પ્રથમ પહેલ સાથે આ પ્રોગ્રામ પરંપરાગત કિરાણાને આધુનિક રિટેઇલ લેન્ડસ્કેપમાં સ્પર્ધા કરવા માટે મોર્ડનાઇઝેશન અને ડિજિટલાઇઝેશન સોલ્યુશન્સ સાથે પરિવર્તિત થવામાં મદદ કરે છે. કિરાણા ડિજિટાઇઝેશનમાં મેટ્રો મોખરે છે અને અત્યાર સુધીમા તેણે દેશભરમાં 2000થી વધુ કિરાણાની કામગીરી આધુનિક કરવામાં મદદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.