Western Times News

Gujarati News

ભારતમાં કોવિડ-19 સામેની લડાઈ જીતવા માટે રસીકરણની તાતી જરૂર: સોનુ સૂદ

સોનુ સૂદની પહેલ COVREGનો ઉદ્દેશ ગ્રામીણ ભારત માટે કોવિડ-19 રસીકરણ નોંધણી માટે વિશ્વનો સૌથી મોટી સ્વયંસેવી કાર્યક્રમ ઊભો કરવાનો છે

સ્પાઇસ મનીના પીઠબળ સાથે COVREG એની વેબસાઇટ www.covreg.in દ્વારા સ્વયંસેવકોને બોર્ડ પર લેશે

મુંબઈ, સોનુ સૂદે આજે એની નવી પહેલ COVREG શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં કોવિડ રસીકરણ નોંધણી માટે વિશ્વનો સૌથી મોટો સ્વયંસેવી કાર્યક્રમ ઊભો કરવાનો છે. ગ્રામીણ ફિન્ટેક લીડર સ્પાઇસ મનીનું પીઠબળ ધરાવતી આ પહેલ એની વેબસાઇટ www.covreg.in દ્વારા સ્વયંસેવકોને બોર્ડ પર લેશે.

એક વાર પહેલ માટે સ્વયંસેવકોની નોંધણી થયા પછી તેમને ભારતની કુલ વસ્તીના 65 ટકાથી વધારે હિસ્સો ધરાવતા અંદાજે 95 કરોડ ગ્રામીણ ભારતીયોને કોવિડ રસીકરણ નોંધણીમાં મદદ કરવા એક એપ સાથે સજ્જ કરવામાં આવશે. સ્પાઇસ મની એપ બનાવવા માટે ટેકનોલોજીકલ કુશળતા પ્રદાન કરશે. અત્યારે સ્પાઇસ મની એની અધિકારી એપ અને વેબ પોર્ટલ મારફતે કોવિન પ્લેટફોર્મને રિડાયરેક્શન આપે છે. સ્પાઇસ મનીના ગ્રાહકોને કોવિડ રસીકરણની નોંધણીમાં મદદ કરવા ગ્રામીણ ભારતમાં 2 લાખથી વધારે અધિકારીઓએ કોવિન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.

COVREGને સંરક્ષિત CoWINAPIs સાથે એપ્લિકેશન સર્વિસ પ્રોવાઇડર (એએસપી) તરીકે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી છે. આ પ્રથમ ASP-સક્ષમ B2B એપ છે, જે ગ્રામીણ ભારતમાં કોવિડ રસીકરણ નોંધણીમાં આસિસ્ટેડ મોડલ માટેની સુવિધા આપશે.

ભારતના ગ્રામીણ નાગરિકો ઓછી ડિજિટલ જાણકારી ધરાવે છે, જેથી તેઓ રસીકરણ માટે ડિજિટલ સેલ્ફ-રજિસ્ટ્રેશન સર્વિસીસનો સંપૂર્ણ લાભ લઈ શકતા નથી. COVREG ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ જાણકારી, માળખાગત સુવિધા અને સુલભતાના અભાવ સાથે સંબંધિત પડકારોનું સમાધાન કરશે.

COVREGના સ્વયંસેવકો લાભાર્થીઓને જાણકારી આપીને અને રસી સાથે સંબંધિત સામાન્ય ભ્રમો તોડીને રસી લેવાના ખચકાટને દૂર કરવા માટે પણ કામ કરશે. સ્વયંસેવકો ગ્રામીણ નાગરિકોની નોંધણી કરશે અને રસીકરણના બંને ડોઝ માટે સ્લોટ બુક કરશે. ત્યારબાદ એ સુનિશ્ચિત કરશે કે તેઓ રસીકરણ કેન્દ્રમાં પહોંચે અને રસીકરણ પછી તેમને સર્ટિફિકેટ મળે.

COVREG સ્વયંસેવકોને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટેની તાલીમ પણ આપવામાં આવશે, જેમ કે આઇડી પુરાવાનો અભાવ, જેમાં તેઓ લાભાર્થીઓને ઓનલાઇન પેન કાર્ડ માટે અરજી કરવામાં મદદ કરશે. સ્માર્ટફોન અને 4જી કનેક્ટિવિટી ધરાવતી કોઈ પણ વ્યક્તિ www.covreg.in પર નોંધણી કરાવીને સ્વયંસેવક બની શકે છે.

સ્પાઇસ મનીનું 5 લાખ અધિકારીઓ (બેંકિંગ કરસ્પોન્ડેન્ટ એજન્ટ) અને પાર્ટનર્સનું બહોળું નેટવર્ક ભારતમાં 95 ટકા ગ્રામીણ પિનકોડને આવરી લે છે, જેનો ઉપયોગ COVREGના સ્વયંસેવકો કરશે, જેથી તેઓ ગ્રામીણ ભારતમાં મહત્તમ લોકો સુધી પહોંચી શકે. ઉપરાંત અત્યારે સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશન સાથે કામ કરતા સ્વયંસેવકો COVREG સ્વયંસેવક નેટવર્કનો ભાગ બનશે. ફાઉન્ડેશનનો ઉદ્દેશ પહેલને ટેકો આપવા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ભરતી કરવાનો છે.

પાર્ટનર સંસ્થા એક સોચ ફાઉન્ડેશન ઓન-ગ્રાઉન્ડ સ્વયંસેવકનું વ્યવસ્થાપન કરશે. આટલી મોટી સંખ્યામાં વર્કફોર્સનું મોબિલાઇઝેશન સાચી માહિતી, જાણકારીને વધારે લોકો સુધી પહોંચાડી શકશે તથા ભારતના દરેક ખૂણામાં ડરને દૂર કરશે.

અભિનેતા અને દાનવીર સોનુ સૂદે કહ્યું હતું કે, “ભારતમાં કોવિડ-19 સામેની લડાઈ જીતવા માટે રસીકરણની તાતી જરૂર છે. ગ્રામીણ ભારત મહામારીનો સામનો કરવા સંઘર્ષ કરી રહ્યું છે અને અત્યારે રસીકરણની નોંધણી માટે સંઘર્ષ ચાલુ છે. એટલે ગ્રામીણ ભારત અને ઓન-ગ્રાઉન્ડ કામના મહિનાઓ દ્વારા તેમની જરૂરિયાતોની વિગતવાર સમજણને આધારે COVREG ઊભું કરવામાં આવ્યું છે. COVREG રસીની નોંધણીની ગ્રામીણ વિસ્તારોની સમસ્યાનું સમાધાન કરશે તથા ગ્રામીણ નાગરિકોના ખચકાટને દૂર કરવામાં અતિ જરૂરી મદદ કરશે. આસપાસના સ્વયંસેવકના જરૂરી વિશ્વાસથી નોંધણીને વેગ મળશે.”

સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ કહ્યું હતું કે, “કોવિડ 19 મહામારીના પ્રસારને નિયંત્રણને લેવાની અને ગ્રામીણ અર્થતંત્રને ફરી ધબકતું કરવાની એકમાત્ર રીત ગ્રામીણ ભારતીયોનું રસીકરણ છે. રસીકરણ માટે નોંધણી કરાવવા ગ્રામીણ નાગરિકોના પડકારોનું સમાધાન કરવા અમે COVREGનું આસિસ્ટેડ મોડલ ઊભું કર્યું છે,

જેમાં સ્વયંસેવકો રસીકરણની સફરમાં, રસીકરણના બંને ડોઝ માટે બુકિંગની સુવિધા આપવા ગ્રામીણ નાગરિકોને મદદ કરશે. અમે સોનુ સૂદની સમાજોપયોગી સફરને લઈને હંમેશા ઉત્સાહિત છીએ અને COVREG સાથેનું જોડાણ અમારા ગ્રામીણ ભારતના ઉત્થાનના સામાન્ય વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.“


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.