Western Times News

Gujarati News

ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય : અમીત શાહ

નવીદિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં જે ઈમરજન્સી લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાય દિગ્ગજાેએ આ મુદ્દે ટ્‌વીટ કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની ટ્‌વીટમાં લખ્યું હતું કે, એક પરિવારના વિરોધમાં ઉઠેલા સ્વરોને કચડવા માટે થોપવામાં આવેલી ઈમરજન્સી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. ૨૧ મહિનાઓ સુધી ર્નિદયી શાસનની ક્રૂર યાતનાઓ સહીને દેશના બંધારણ અને લોકશાહીની રક્ષા માટે નિરંતર સંઘર્ષ કરનારા તમામ દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન.

ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, ૧૯૭૫માં આજના દિવસે જ કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને અહંકારવશ દેશ પર ઈમરજન્સી થોપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી દીધી હતી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કાળકોટડીમાં કેદ કરીને પ્રેસ પર તાળા જડી દેવામાં આવ્યા હતા. નાગરિકોના મૌલિક અધિકાર છીનવીને સંસદ અને ન્યાયાલયને મૂકદર્શક બનાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૫ જૂન ૧૯૭૫ના રોજ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી. આ દરમિયાન નાગરિકો, પ્રેસના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. દેશમાં મીડિયા પાસે બોલવાની આઝાદી નહોતી, સાથે જ નસબંધીનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.