Western Times News

Gujarati News

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ૧૦ કરોડની ઓફર ફગાવી

મુંબઈ: શિલ્પા શેટ્ટી કુન્દ્રા બોલિવૂડની તે એક્ટ્રેસીસમાંથી એક છે જેને તેની ઉંમરને જાણે બાંધી દીધી છે. ૪૬ની ઉંમરે પણ શિલ્પા શેટ્ટીની ફિટનેસ ૨૬ની હોય તેવી છે. આ ફિટનેસ માટે એક્ટ્રેસ યોગ પર હમેશા ભાર આપે છે. પણ શું આપ જાણો છો કે, તેની આ ફિટનેસને કારણે શિલ્પા શેટ્ટીને એક એડવર્ટાઇઝમેન્ટ ઓફર થઇ હતી. જે માટે તેને ૧૦ કરોડ રૂપિયા મળવાનાં હતાં. પણ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. જાે તમે તેનું કારણ જાણશો તો શિલ્પા શેટ્ટીનાં વખાણ કરતા રોકાશો નહીં. વર્ષ ૨૦૧૯માં એક વિશેષ બ્રાન્ડે શિલ્પાને સ્લિમિંગ પિલ્સની એડ માટે ઓફર કરી હતી.

આ એડ માટે તેને ૧૦ કરોડ રૂપિયાની ભારે રકમ ઓફર થઇ હતી. પણ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. શિલ્પાએ આ ઓફરને રિજેક્ટ કર્યા બાદ ઇન્ટરનેટ પર આગની જેમ આ ખબર ફેલાઇ હતી. શિલ્પાએ આ ઓફર એટલે ફગાવી હતી કારણ કે શિલ્પાને આ પ્રકારની પિલ્સથી ફિટનેસ મેળવવી જરાં પણ યોગ્ય લાગ્યું ન હતું. આવી ખોટી રીતની વસ્તુઓનો પ્રચાર કરવાં તે નહતોી ઇચ્છતી.

જ્યારે આ ખબર અચાનક વાયરલ થઇ તો શિલ્પાએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, આખરે તેને આ ઓફર કેમ રિજેક્ટ કરી. શિલ્પાએ તેનાં નિવેદનમાં કહ્યું કે, સ્લિમિંગ પિલ્સ ઇન્સ્ટંટ રિઝલ્ટની વાત કરે છે. અને આ પ્રકારની વસ્તુઓ દરરોજનાં જીવનમાં ફિટનેસ નાં અનુશાસન અને મહત્વને ઓછુ કેર છે.

શિલ્પા હાલમાં ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ૪’માં જજ છે. હાલમાં તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. આ દરમિયાન શોની પેનલમાં તે નજર નહોતી આવતી. પણ હવે શિલ્પા ફરી શો પર પરત ફરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.