લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?
પટણા: બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પ્રવેશની ઘડીઓ ગણાવા માંડતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. આરજેડીનાં સૂત્રોનો દાવો છે કે, બિહારમાં ત્રણ વર્ષ પછી લાલુની એન્ટ્રી થાય ત્યારે ચિરાગ પાસવાનની એલજેપી સાથે આરજેડીના જાેડાણનું એલાન કરાશે. જેડીયુ-ભાજપના કેટલાક નેતાઓને સમાવીને નીતિશ સરકારને ઉથલાવવાનું અભિયાન પણ શરૂ કરાશે. પાસવાનોનું બિહારમાં જબરજસ્ત વર્ચસ્વ છે. બિહારમાં ૬ ટકા મતો પાસવાનના છે. જાે પારસ પાસવાન સાથે એક ટકા મતો જાય તો પણ ૫ ટકા મતો ચિરાગ પાસવાન સાથે રહે તેવા સમીકરણો છે.
જાે યાદવ અને પાસવાનના સમીકરણો એક થાય તો ભાજપ અને નીતિશ બંનેને ટેન્શન આપી શકે છે. તેજસ્વી યાદવનો આ વર્ષે પનો ટૂંકો પડ્યો નથી પણ નીતિશ અને ભાજપે હાથ મિલાવતાં તેઓ સીએમ બની શક્યા નથી.
ઘાસચારા કૌભાંડમાં સજા થતાં જેલવાસ ભોગવી રહેલા લાલુને હાઈકોર્ટે જામીન આપતાં લાલુ જેલમાંથી બહાર આવી ગયા હતા પણ છેલ્લા બે મહિનાથી દિલ્હી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. તેજસ્વી યાદવ પણ પિતાની સારવાર માટે દિલ્હીમાં જ હતા. બુધવારે પટણા પાછા ફરેલા તેજસ્વીએ સંગઠનને લાલુના ભવ્ય સ્વાગતની તૈયારી કરવા આદેશ આપી દીધો.
તેજસ્વીએ શ્યામ રજાકને ચિરાગને મનાવવા માટે કામે લાગી જવા પણ કહ્યું છે. રજાક નીતિશ સરકારમાં પ્રધાન હતા પણ નીતિશ સાથે અણબનાવને પગલે રાજીનામું આપીને આરજેડીમાં જાેડાયા હતા. રજાકને રામવિલાસ પાસવાન સાથે સારા સંબધો હતા. તેજસ્વીની ઈચ્છા ચિરાગ સમર્થકો સાથે આરજેડીમાં ભળે એવી છે પણ ચિરાગ તૈયાર નથી તેથી જાેડાણ કરાશે