Western Times News

Gujarati News

ભારતે પાકને આપ્યો સૌથી મોટો ઝટકો, ભાંગી પડી પાડોશી દેશનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રી!

ઇસ્લામાબાદ: ભારતે બાસમતી ચોખાના પ્રોટેક્ટેડ જિઓગ્રાફિકલ ઇન્ડિફેશન ટેગ માટે યૂરોપિયન યૂનિયનને અરજી કરી તો પાકિસ્તાન તેનો વિરોધમાં કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાન ચોખાની નિકાસને લઇને ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતથી પાછળ છે અને ભારત પર એક્સપોર્ટના ધંધાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે ‘આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમો’નું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે પાકિસ્તાનના ચોખા નિકાસને મોટું નુકસાન થયું છે. ત્યારબાદ પાકિસ્તાને વર્લ્‌ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સામે ભારત સામે ફરિયાદ કરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ચોખાનો ઉદ્યોગ પાકિસ્તાનમાં સૌથી મોટો ઉદ્યોગ છે અને ચોખાની નિકાસ પાકિસ્તાનના જીડીપીમાં ઘણો ફાળો આપે છે.

પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, ગત વર્ષની તુલનામાં પાકિસ્તાનને ચોખાની નિકાસમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ ૨૦૨૦ થી મે ૨૦૨૧ ની વચ્ચે, પાકિસ્તાને ૩.૩ મિલિયન ટન ચોખાની નિકાસ કરી છે, જે અગાઉના વર્ષના ૩.૮૭ મિલિયન ટન હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન કરતા ઘણા ઓછા ભાવે અન્ય દેશોમાં ચોખાની નિકાસ કરી છે, જેના કારણે પાકિસ્તાનની નિકાસમાં ઘટાડો થયો છે. પાકિસ્તાનના ચોખા નિકાસકારો મંડળના પ્રમુખ અબ્દુલ કય્યુમ પરાચાએ જણાવ્યું હતું કે, ભારત ચોખાની નિકાસ સરેરાશ ૩૬૦ ડોલર પ્રતિ ટનના દરે કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન તેના ચોખાને ૪૫૦ ડોલર પ્રતિ ટનના હિસાબથી વેચે છે. આશરે ૧૦૦ ડોલર પ્રતિ ટનના તફાવતને કારણે અમારી નિકાસને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.