અભિનેત્રી રવીના ટંડન ડાન્સ દિવાને ૩ના સેટ પર પહોંચી
મુંબઈ: ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ દિવાને ૩ના સેટ પર જ્યારે ટિપ ટિપ બરસા પાની ગીત વાગ્યું તો રવિના ટંડન અને માધુરી દીક્ષિત પોતાને રોકી ના શક્યા અને સ્ટેજ પર સાથે મળીને જબરદસ્ત ડાન્સ કર્યો. ઉલ્લેખનીય છે કે રવીના ટંડન તાજેતરમાં જ ડાન્સ દિવાને ૩માં જજ તરીકે પહોંચી હતી. શૉમાં તેમણે કન્ટેસ્ટન્ટના ડાન્સ પર્ફોમન્સને ખુબ એન્જાેય કર્યા હતા. રવીના ટંડન સ્પેશિયલ ડાન્સ દિવાને ૩ના આ એપિસોડને આ વીકેન્ડ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેના પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા છે. ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક પ્રોમોમાં જાેઈ શકાય છે
રવીના ટંડન પોતાની ફિલ્મ મોહરાના ગીત ટિપ ટિપ બરસા પાની પર ડાન્સ કરી રહી છે. માધુરી દીક્ષિત પણ સ્ટેજ પર પહોંચે છે અને બન્નેની જાેડી જાેરદાર પર્ફોમન્સ આપે છે. રવીના ટંડને સ્ટેજ પર તમામ કન્ટેસ્ટન્ટ માટે ભજીયા પણ બનાવ્યા. સેટ પર હાજર લોકોએ ભજીયા ખાધા અને રવીના ટંડનના કુકિંગના વખાણ પણ કર્યા. રવીનાએ સેટ પર ખુબ મસ્તી કરી અને અમુક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યા છે.
આમ જાેવા જઈએ તો રવીના અને માધુરીએ કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું. પરંતુ માધુરી રવીનાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અને ઘરવાલી બાહરવાલીમાં સ્પેશિયલ અપિયરન્સમાં જાેવા મળી હતી. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો રવિના ટુંક સમયમાં કેજીએફ-ચેપ્ટર ટુમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તે પ્રધાનમંત્રી રમિકા સેનના રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં યશ, સંજય દત્ત અને પ્રકાશ રાજ પણ હશે.