Western Times News

Gujarati News

૨૮૦૦ રૂપિયાનું જમ્યા પછી ૧૨ લાખની ટીપ આપી દીધી

File Photo

ન્યૂ હેમ્પશાયર: કોરોના વાયરસ દુનિયામાં આવ્યા પછી બધા મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ કરવાની સ્થિતિ આવી છે. સૌથી વધારે નુકસાન ફૂડિંગ બિઝનેસમાં રહેલા લોકોને થયું છે. રેસ્ટોરન્ટમાં લોકોએ આવવાનું બંધ કરી દીધું છે. રેસ્ટોરન્ટના માલિકથી લઇને સ્ટાફ સુધી કોરોનાના કારણે મુશ્કેલ સ્થિતિમાં ઝઝુમવું પડી રહ્યું છે. ન્યૂ હેમ્પશાયરના એક રેસ્ટોરન્ટમાં પણ આવો જ ઉદાસીન માહોલ હતો. જાેકે એક ગ્રાહકના રૂપમાં આવેલા ફરિશ્તાએ અહીં બધા વચ્ચે ખુશીઓ વહેંચી છે. ન્યૂ હેમ્પશાયરના   માઇકલ જરેલાની એક રેસ્ટોરન્ટ અને બાર છે. તેનું નામ  કોરોના પહેલા આ સ્થળે ઘણા ગ્રાહકો આવતા હતા પણ કોવિડ દરમિયાન ગ્રાહકોની સંખ્યા ઘટી ગઈ છે.

આ દરમિયાન એક દિવસ એક ગ્રાહક આવ્યો જેણે જમ્યા પછી સ્ટાફ માટે હજાર-બે હજાર નહીં પણ પૂરા ૧૨ લાખ રૂપિયા ટીપ આપી હતી. જરેલાએ તે કસ્ટમરનું નામ જણાવ્યા વિના તેણે આપેલા ચેકને ફેસબુક પર શેર કર્યો છે. લોકો આ દરિયાદિલ વ્યક્તિની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. માઇકલ જરેલાએ કહ્યું કે એક વર્ષ પહેલાની વાત છે. એક ગ્રાહક રેસ્ટોરન્ટમાં આવ્યો હતો.

તેણે બે ચિલી હોટડોગ્સનો ઓર્ડર આપ્યો અને સાથે કેટલાક નોન આલ્કોહોલિક ડ્રિંક્સ પણ લીધા હતા. જમ્યા પછી તેણે ત્યાં હાજર રહેલા બાર ટેન્ડરને બિલ પે કરવા માટે ચેક માંગ્યો. તેણે ચેક પર એટલી મોટી રકમ લખ્યા પછી બાર ટેન્ડરને એ પણ કહ્યું કે આ બધા પૈસા એક જગ્યાએ જ ખર્ચ ના કરતા. પહેલા તો બાર ટેન્ડરે ચેકને ધ્યાનથી ના જાેયો. જાેકે ગ્રાહક સતત એક સ્થાને પૈસા ખર્ચ ના કરવાની વાત ંભળી તેણે ચેક જાેયો તો તે ચકિત રહી ગયો હતો. બાર ટેન્ડરે તેને ભૂલથી વધારે ઝીરો લગાવી દીધા હોવાની વાત પણ કહી હતી.

જેના પર ગ્રાહકે જવાબ આપ્યો કે તમે લોકો આટલી મહેનત કરો છો, તમે આ ડિઝર્વ કરો છો. રેસ્ટોરન્ટના માલિક માઇક જરેલાને જ્યારે આ ગ્રાહક વિશે ખબર પડી તો તે તેની પાસે ગયા હતા અને તેની સાથે વાત કરી હતી. જાેકે તેણે પોતાનો પરિચય આપ્યો ન હતો. તે દરરોજ રેસ્ટોરન્ટમાં આવનારમાંથી ન હતો. રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે ટીપમાં મળેલા પૈસા ૮ બાર ટેન્ડરો વચ્ચે વહેંચવામાં આવ્યા. પૈસા કિચનમાં કામ કરતા લોકો સાથે પણ શેર કરવામાં આવ્યા. આ વ્યક્તિનું નામ ના જાણવાના કારણે રેસ્ટોરન્ટના માલિકે આ ઘટના સાથે તે ચેકની તસવીર ફેસબુક પર શેર કરી છે. જેણે પણ જાેયું તે ગ્રાહકની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા હતા. રેસ્ટોરન્ટનો સ્ટાફ પણ ઘટના પર ઘણો ભાવુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.