વેક્સિન મહાઅભિયાનને ફટકો, રાજ્યમાં અનેક જગ્યાએ વેક્સિન ખૂટી

પ્રતિકાત્મક
નવીદિલ્હી: એકતરફ મોટા પ્રમાણમાં લોકોને વેક્સીન લેવા અપીલ, તો બીજી તરફ વેક્સિનની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યામાં ઠેર ઠેર વેક્સિનની અછત હોવાની ફરિયાદો સામે આવી છે વેક્સિનેશન વેગ પકડતા રોજ મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવે છે આવા સમયે વેક્સિન ન મળતા લોકોને પરત ફરવુ પડી રહ્યું છે.
અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટે લાંબી લાઈનો લાગી હતી. વેક્સિન માટે સવારથી લાઈનમાં ઊભેલા લોકોનો નંબર ન આવતા હોબાળો થયો હતો. વેક્સિન લેવા આવેલા લોકોએ ઓળખીતા લોકોને પહેલા કર્મચારીઓ રસી આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો, 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને સોમવારે આવવું તેવા સ્ટીકર લગાવ્યા હતા. આ ઉપરાંત કોવીન વેબસાઈટ પર પણ સ્લોટ બુકીંગ મળતા નથી.
આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા, કેટલાકને ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. હવે લોકો રસી માટે તૈયાર થતા તેમજ કેમ્પના આયોજન વધારતા રસીકરણ વધ્યું છે હવે જ્યારે લોકો વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે તંત્રના ભોગે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં અનેક શહેરોમાં વેક્સિનની અછતની ફરિયાદો સામે આવી છે.
અનેક રાજયોમાં વેકસીન માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી માત્રને માત્ર મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.વેકસીન લેવા માટે નાગરિકોમાં ઉત્સાહ તો જાેવા મળી રહ્યો છે પરંતુ વેકસીન લેવા માટે જયારે તેઓ કેન્દ્રો પર જાય છે ત્યારે કોઇ પણ જાતની વ્યવસ્થા હોતી નથી અને તેઓને વેકસીન લીધા વિના પાછું ફરવું પડી રહ્યું છે તો કેટલીક જગ્યાએ વેકસીન બગડી જવાની પણ ફરિયાદ સામે આવી રહી છે.