Western Times News

Gujarati News

રવિશંકર પ્રસાદનું જ નહીં ટિ્‌વટરે શશી થરૂરનું એકાઉન્ટ પણ લોક કર્યું હતું

નવીદિલ્હી: નવા આઈટી નિયમો અંગે સરકાર સાથે થયેલી તકરારની વચ્ચે શુક્રવારે ટિ્‌વટરે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે લોક કરી દીધું હતું. આ દરમિયાન તેમના એકાઉન્ટમાં એક્સેસ કરવામાં નિષ્ફળ થયા હતા. આ પછી, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ ટિ્‌વટ કર્યું હતું કે ટિ્‌વટરએ પણ તેમની સાથે આવું જ કર્યું છે. અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટ (ડીએમસીએ) નું ઉલ્લંઘન કરીને ટિ્‌વટરે આ કાર્યવાહી કરી હતી. થરૂરે કહ્યું કે સંસદીય સમિતિ આ અંગે ટિ્‌વટરનો જવાબ માંગશે.

શશી થરૂરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ લોક કરવા અંગે જણાવ્યું હતું કે તેમના જેવી ઘટના મારી સાથે પણ થઈ હતી. હું પણ તે સમયે આઇટી મિનિસ્ટર જ હતો. એક ગાવાના વિડીયોને ટિવટરે વાંધાજનક ગણાવીને તેની સામે કાર્યવાહી કરતા મારુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. આમ આગામી સમયમાં હવે ટિવટર અને ભારત સરકાર વચ્ચેનો જંગ કેવું પરિણામ લાવે છે તે જાેવાનું રહ્યું.

થરૂરે કહ્યું કે આઇટી અંગેની સંસદીય સ્થાયી સમિતિ આ અંગે ટિ્‌વટરનો જવાબ માંગશે. શશી થરૂર આ સંસદીય સમિતિના અધ્યક્ષ છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કામ કરવા છતાં એકાઉન્ટ્‌સને થોડા સમય માટે લોક કરવામાં આવે છે અને ભારતની બહારના કાયદાનું પાલન કરવામાં આવે છે તેનો જવાબ આપવા ટિ્‌વટરને કહેવામાં આવશે. શ્રેણીબદ્ધ ટ્‌વીટમાં થરૂરે ડીસીએમએ પર ટિ્‌વટરની ક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેને ઘણું શીખવાની જરૂર છે.

આ અગાઉ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટિ્‌વટ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘મિત્રો! આજે ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની. ટિ્‌વટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું’ પ્રસાદે પહેલા દેશી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ મારફતે તથા ત્યારબાદ ટિ્‌વટર મારફતે આ અંગે માહિતી આપી છે.

સોશિયલ મીડિયા કંપની ટિ્‌વટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જાે કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટિ્‌વટરે કેન્દ્રીય પ્રધાનનું ટિ્‌વટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

આઇટી, માહિતી અને પ્રસારણ તથા ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટિ્‌વટરની કાર્યવાહીઆઇટીના નિયમોની વિરુદ્ધ છે. એકાઉન્ટ લોક કરતાં પહેલા ટિ્‌વટરે મને કોઈ નોટિસ ન આપી. આ દર્શાવે છે કે ટિ્‌વટરે નિયમોને માનવા ઇચ્છતું નથી. જાે ટિ્‌વટર નવા નિયમોનું પાલન કરતું હોત તો તે કોઈ પણ એકાઉન્ટને તેની ઇચ્છા મુજબ લોક ન કરત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.