બિહારના નાયબ મુખ્યમંત્રીના સરકારી નિવાસમાં પાણી ભરાયા

પટણા: પાટનગર પટણામાં ગઇકાલ રાતથી ભારે વરસાદ થતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.માત્ર થોડા કલાકોાં જ શહેરમાં ૧૪૫ મિલીમીટર વરસાદ થયો હતો તેનાથી સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા હતાં.ત્યાં સુધી કે નાયબ મુખ્યમંત્રી રેણુદેવીના સરકારી નિવાસમાં પણ દોઢ ફુટ સુધી પાણી ભરાઇ ગયા હતાં. પટણા હવામાન વિભાગે કહ્યું કે આજકાલ આ રીતનો વરસાદ થવો સામાન્ય વાત છે વર્તમાનમાં રાજયમાં ચોમાસાની સીજન છે એવામાં કયારેક ભારે તો કયારેક સામાન્ય વરસાદ થતો રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં પણ તેજ વરસાદ થાય તેવી સંભાવના છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મોટાભાગના વિસ્તારો કંકડબાગ,આશોકનગર શાસ્ત્રીનગર રાજવંશી બેઉરની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા છે. કર્જુ વળાક પાસે લોયલા હાઇસ્કુલની સામે એક લેન પાણીમાં ડુબી ગઇ છે.પુનાઇચકના સરકારી નિવાસોમાં પાણી પ્રવેશી ગયા હતાં. અમુક વિસ્તારોમાં ધુંટણ સમા પાણી ભરાઇ ગયા હતાં.
બજાર સમિતિ વાતુસ્પતિનગરની ગલીઓમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.