Western Times News

Gujarati News

જુલાઈ મહિનામાં બેંક ૧૫ દિવસ બંધ રહેશે

Files Photo

નવી દિલ્હી: થોડા દિવસોમાં જુલાઈ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં તમામ ખાનગી અને સરકારી બેંકો કુલ ૧૫ દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, જાે તમારી પાસે આવતા અઠવાડિયે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો રજાઓને ધ્યાનમાં રાખીને તમારા બેંકના કાર્ય સાથે વ્યવહાર કરો. નહીં

તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રજા કેલેન્ડર મુજબ, જુલાઈમાં ૬ દિવસ રવિવાર અને બીજાે તેમજ ચોથા શનિવારને કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે. જેમાં કામ નથી થયા.

આ રીતે અન્ય ૯ દિવસ પણ બેંક બંધ રહેશે. જાે કે, આ અન્ય રજાઓ સમગ્ર દેશમાં એક સાથે નહીં હોય, પરંતુ અલગ અલગ જગ્યામાં અલગ અલગ રહેશે. આ પ્રકારે કુલ ૧૫ દિવસ બેંકના કામકાજ બંધ રહેશે. તો આવો જાણીએ ક્યાં અને ક્યારે બેંક બંધ રહેશે. જુલાઈમાં ૧૫ દિવસ બેન્ક બંધ રહેશે તે નીચે
મુજબ છે.

જુલાઈ ૨૦૨૧ માં બેંકની રજાઓ
૧૨ જુલાઈ – કાંગ (રથયાત્રા)/ રથયાત્રા-ભુવનેશ્વર અને ઇમ્ફાલ
૧૩ જુલાઈ – ભાનુ જયંતિ- ગંગટોક
૧૪ જુલાઈ – દ્રુપકા જયંતી- ગંગટોક
૧૬ જુલાઈ – હરેલા- દહેરાદૂન
૧૭ જુલાઈ – યુ તિરોટસિંઘ દિવસ / ખર્ચી પૂજા – અગરતલા / શિલાંગ
૧૯ જુલાઈ – ગુરુ રિંપોચેના થુંગકર શેચુ – ગંગટોક
૨૦ જુલાઈ – બકરીદ – જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમ
૨૧ જુલાઈ – બકરીદ (ઈદ-ઉલ-ઝુહા) – આઇઝૌલ, ભુવનેશ્વર, ગંગટોક, કોચી અને તિરુવનંતપુરમ સિવાય તમામ જગ્યાએ બેંકો બંધ રહશે
૩૧ જુલાઈ – કેર પૂજા- અગરતલા

જુલાઈમાં બેંકોની સાપ્તાહિક રજા
૪ જુલાઈ – રવિવાર
૧૦ જુલાઈ – મહિનાનો બીજાે શનિવાર
૧૧ જુલાઈ – રવિવાર
૧૮ જુલાઈ – રવિવાર
૨૪ જુલાઈ – મહિનાનો ચોથો શનિવાર
૨૫ જુલાઈ – રવિવાર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.