શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે: મહેશ સવાણી
જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જાેડાયા
સુરત, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા રવિવારે સુરત પ્રવાસે હતાં ત્યારે સુરતના પાટીદાર નેતા અને જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમા જાેડાયા છે. મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આપમાં આવકાર આપ્યો હતો. જે બાદ મહેશ સવાણી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, ‘મેં વિદેશની અહીંયાની અને દિલ્હીની સરકાર જાેઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.’
આપનો ખેસ ધારણ કરીને મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, હું દલિત સમાજનો છું, સમાજ સેવામાં માનવાવાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જે જાેયું તે બાદ મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો.
બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જાેઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં ૮૦ વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની અહીંયાની અને દિલ્હીની સરકાર જાેઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.