Western Times News

Gujarati News

સુરતમાં વિરોધ પક્ષના તમામ નગરસેવકો સામે કેસ નોંધાયો

સુરત, ગુજરાતના ઇતિહાસમાં સુરતમાં વિરોધ પક્ષના તમામ નગરસેવકો વિરુદ્ધ એકસાથે પોલીસ કેસ નોંધાયો છે. મહાપાલિકામાં શુક્રવારે નગર શિક્ષણ સમિતિની ચૂંટણી હતી જેમાં ધક્કામુક્કી કરી તોડફોડ કરનારા આમ આદમી પાર્ટીના તમામ ૨૭ કોર્પોરેટરો અને ચૂંટણી લડનારા બંને ઉમેદવારો મળી કુલ ૨૯ લોકો સામે લાલગેટ પોલીસ મથકમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે ૨૭ કોર્પોરેટરો અને ચૂંટણી લડનારા બે ઉમેદવારો મળીને કુલ ૨૯ સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની ૧૪ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું.

જાેકે, આ ઘટનાને કારણે હાલ સુરતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં પણ આજે આપનાં નેતા મનીષ સિસોદીયા પણ સુરતની મુલાકાતે આવ્યાં છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આઠ સભ્યો માટે નવ ઉમેદવારી પત્રક આવતા ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાકેશ ભીકડીયાને ૯૮ મત જ્યારે આપના ઉમેદવારને ૯૫ મત મળતા આપના ઉમેદવારની હાર થઇ હતી. ચૂંટણી અધિકારી તરીકે મેયરની અધ્યક્ષતામાં મતગણતરી થઇ તે દરમિયાન ઉમેદવારો, પાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.