રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ પોલીસ કસ્ટડીમાં
ધરણાં પર બેઠેલા કોંગી નેતાઓની અટકાયત -વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર હંગામો
નવી દિલ્હી, નવી દિલ્હીમાં મંગળવાર તા. 22-07-2026ના રોજ સીજેપીના ફરી એક વખત ઉગ્ર દેખાવો થતાં અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવતા બીજા દિવસે વધુ કેટલાક પોલીસકર્મીઓ ઘવાયા હતા. દિલ્હીમાં આયોજનબદ્ધ રીતે નીટના બહાના હેઠળ તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી હતી અને સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડયું હતું.
પોલીસે સંયમતા રાખી હતી જેનો ગેરલાભ તોફાની તત્વોએ લીધો હતો. બીજી બાજુ વિપક્ષો દ્વારા મોડી સાંજે પીએમ આવાસની બહાર ધરણા કરતા પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને સમજાવટ છતાં નહીં મામલો થાળે પડતા છેવટે પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓની અટકાયત કરી હતી.
દિલ્હીમાં NEET મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો હતો સોમવારે જંતર-મંતર પર થયેલા ભારે હંગામા બાદ દિલ્હી પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો હતો. જોકે મોડી રાત્રે ફરીથી કેટલાક પ્રદર્શનકારીઓ ત્યાં એકત્ર થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનને રોકવામાં નહીં આવે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
𝐎𝐮𝐫 𝐟𝐢𝐠𝐡𝐭 𝐢𝐬 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐞𝐯𝐞𝐫𝐲 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭. pic.twitter.com/KXESOh4Oip
— Congress (@INCIndia) July 22, 2026
મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાર્ટીના અન્ય નેતાઓ સાથે વડાપ્રધાન આવાસની બહાર ધરણા પર બેઠા. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ રાહુલ ગાંધીએ સરકારની રજૂઆત સ્વીકારી નહોતી. દિલ્હી પોલીસે તેમને જંતર-મંતર પર જઈને પ્રદર્શન કરવાની વિનંતી કરી હતી, જેને તેમણે નકારી દીધી હતી.
કોંગ્રેસના ધરણાને સમર્થન આપવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને પોલીસે કસ્ટડીમાં લીધા, બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ધરણા સ્થળ પરથી કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સરકાર તરફથી કોંગ્રેસને સંસદમાં દ્ગઈઈ્ મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પોતાની માગ પર અડગ રહી હતી.
नरेंद्र मोदी कायर है pic.twitter.com/MPbqW1Vznc
— Congress (@INCIndia) July 21, 2026
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર દેશવાસીઓને વડાપ્રધાન આવાસ બહાર ચાલી રહેલા ધરણામાં જોડાવાની અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને દેશના દરેક પરિવાર પર હુમલો ગણાવ્યો હતો. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે સરકાર સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યા બાદ પણ રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાની નવી માગ કરી હતી. તેમણે રાહુલ ગાંધીના વલણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
દિલ્હીમાં પેપર લીક મામલો અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ મંગળવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ નજીક ધરણા યોજીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક સાંસદો અને કાર્યકરો આ વિરોધમાં સામેલ થયા હતા.

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને અવગણવામાં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ સાંસદો અને કાર્યકરોએ મÂલ્લકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના નિવાસ સુધી આશરે ૭ કિલોમીટરની પદયાત્રા યોજી હતી. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને આગળ વધતા રોક્્યા હતા. વિરોધ દરમિયાન અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
વિરોધ સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઇન્દો-તિબેટિયન બોર્ડર પોલીસ સહિતના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા ‘રાજીનામું આપો’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વિરોધ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ રામ મનોહર લોહિયા હોસ્પિટલ તથા લેડી હા‹ડગ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટનાનો જવાબ સરકારને આપવો પડશે.
તેમણે આરોપ લગાવ્યો કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ મુદ્દે જવાબદારી નક્કી થવી જોઈએ.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે વિપક્ષ સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે, પરંતુ તેમને પૂરતો અવકાશ આપવામાં આવતો નથી. તેમણે વિદ્યાર્થીઓની વાત સાંભળવાની અને શિક્ષણ મંત્રી પાસેથી જવાબ માંગવાની વાત કરી.
આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જે.પી. નડ્ડાએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પેપર લીક મામલો અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી હવે રાજકીય મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, જ્યારે આગામી દિવસોમાં સંસદમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા થવાની સંભાવના છે.
