લૂંટારુએ એક પરિવારના ચાર સભ્યોને ગોળી મારી

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના લોનીના મેન બજારમાં અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટ કરવા માટે ઘરમાં ઘૂસેલા અસામાજિક તત્વોએ એક પરિવારના ચાર સભ્યોની ગોળી મારી છે. જેમાંથી ૩નું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ લોનીના મેન બજારમાં રિયાઝ કપડાવાળાને ત્યાં અસામાજિક તત્વો લૂંટના ઈરાદાથી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ૭૦ વર્ષીય રઈસુદ્દીન, તેમના ૩૦ વર્ષના દીકરા અજહર અને ૨૮ વર્ષના દીકરા ઈમરાનને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત રઈસુદ્દીનની ૬૫ વર્ષીય પત્ની ફાતિમાને ગોળી મારી હતી. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘરમાંથી લુંટારાઓ શું લઈ ગયા
જે અંગેની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે. મનાઈ રહ્યુ છે કે મોડી રાતે કપડાના વ્યાપારી રઈસુદ્દીનના ઘરમાં ઘૂસેલા બદમાશોએ લૂંટને અંજામ આપ્યો હતો. વિરોધ કરવા પર તેના માતા-પિતા સહિત ૨ બાળકોને ગોળી મારી હતી. ત્રણેયનું મોત થયું હતુ. ત્યારે રઈસુદ્દીનની પત્નીની હાલત ગંભીર છે.