૩૧ જુલાઇ સુધી બધા રાજ્યોને વન નેશન, વન રેશનકાર્ડ લાગુ કરવા સુપ્રીમે જણાવાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/sc.jpg)
Files Photo
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સાથે લોકડાઉનમાં આર્થિક રીતે હાલાકી ભોગનારા પરપ્રાંતિય મજૂરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોના ને કારણે સ્થળાંતર કરનારા કામદારોના કલ્યાણ અંગે અનેક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અંતર્ગત દેશની સુપ્રીમ કોર્ટે સરકારને ૩૧ જુલાઈ સુધી અસંગઠિત મજૂરોની નોંધણી માટે પોર્ટલ તૈયાર કરવા જણાવ્યું છે અને ૩૧ જુલાઈ સુધીમાં બધા રાજ્યોને વન નેશન, વન રેશનકાર્ડ લાગુ કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારોએ સ્થળાંતર કામદારો માટે રેશન આપવું જાેઈએ .સુપ્રીમ કોર્ટે ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ યોજનાને લાગુ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૧ નક્કી કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને અસંગઠિત અને સ્થળાંતર કામદારોની નોંધણી કરવા અને પોર્ટલ પૂર્ણ કરવા અને ૩૧ જુલાઇ, ૨૦૨૧ પછી પ્રક્રિયા શરૂ કરવા માટે એનઆઈસી સાથે પરામર્શ કરીને પોર્ટલ તૈયાર કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તેમની માંગ પ્રમાણે રાજ્યોને વધારાના અનાજ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો. તે જ સમયે, રાજ્ય સરકારોને સ્થળાંતર મજૂરોને રેશનના વિતરણ માટે યોગ્ય યોજનાઓ બનાવવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ વહેલામાં વહેલી તકે તમામ કોન્ટ્રાક્ટરો, મજૂરોની નોંધણી કરાવી લેવી જાેઈએ. રાજ્યોએ પણ મફત રેશન વિતરણ માટે એક યોજના બનાવવી જાેઈએ.