Western Times News

Gujarati News

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને ગામમાં કચરો નાંખવા બદલ ૫ હજારનો દંડ

પણજી: જ્યારે વર્ષ ૨૦૧૪ માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કર્યું ત્યારે તેમનો ઉદ્દેશ હતો કે દેશની જનતાએ સ્વચ્છતા તરફ ધ્યાન આપવું જાેઈએ. પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને કચરાના ઢગ મામલે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉત્તર ગોવાના એલ્ડોના ગામમાં બંગલા ધરાવતા અજય જાડેજાને ગામના કચરો ફેંકી દેવા બદલ ગામના સરપંચ તૃપ્તિ બંદોદકર દ્વારા ૫,૦૦૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંદોદકરે કહ્યું કે પૂર્વ ક્રિકેટરે કોઇ પણ હંગામો કર્યા વગર દંડ ભરી દીધો હતો. સરપંચ તૃપ્તિ બંદોદકરે કહ્યું કે, અમારા ગામમાં કચરાના મુદ્દાથી અમે પરેશાન છીએ. બહારના લોકો પણ કચરો ગામમાં ફેંકીને જતા રહે છે, તેથી અમે કેટલાક યુવાનોને કચરાના બેગ એકત્રિત કરવા અને ગુનેગારોને ઓળખવા માટે નિયુકત કર્યા છે.

બંદોદકરે કહ્યું કે, અમને કેટલીક કચરાપેટીઓમાં અજય જાડેજાના નામનું બિલ મળ્યું. જ્યારે અમે તેને ભવિષ્યમાં ગામમાં કચરો ના ફેંકવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે ફરીવાર આવું નહી થાય અને જે પણ દંડ હશે તે ભરવા તૈયાર છે તેથી તેમણે ચૂકવણી કરી. અમને ગર્વ છે કે આવી હસ્તીઓ, એક લોકપ્રિય ક્રિકેટ ખેલાડી, આપણા ગામમાં રહે છે, પરંતુ આવા લોકોએ કચરાના નિયમોનું પાલન કરવું જાેઈએ. જાડેજા અને લેખક અમિતાભ ઘોષ સહિત અનેક હસ્તીઓનું ઘર એલ્ડોના ગામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.