Western Times News

Gujarati News

કાળા ચણા વજન ઘટાડવાથી લઈ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

નવી દિલ્હી: કાળા ચણાને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં તમામ પ્રકારના વિટામીન જાેવા મળે છે. ફોસ્ફરસ અને પોટેશિયમ પણ કાળા ચણામાં મળે છે. આ તમામ ગુણના કારણે જાે કોઈ વ્યક્તિ કાળા ચણાને સવારના નાસ્તાના રૂપે ખાય તો શરીર મજબૂત રહેવાની સાથે મગજ, હૃદય અને ત્વચાની સારી સંભાળ લઈ શકાય છે. ચાલો કાળા ચણા ખાવાના ફાયદા અંગે જાણીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણા સુપરફૂડ સમાન છે.

એક મુઠ્ઠી ચણામાં ૧૩ ગ્રામ ડાયટરી ફાઇબર હોય છે. જે બ્લડમાં સુગરનું સ્તર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એક બંને ફાયબર હોય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે દરરોજ કાળા ચણાનું સેવન કરવું જાેઈએ. ચણામાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો ગુણ પણ હોય છે. જાે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરી લેવાય તો, વજન ઘટાડવામાં સરળતા રહે છે.

તેમાં રહેલા ફાઇબર પોષકતત્વ આપીને વજન ઘટાડે છે. તેનો ઉપયોગ તમે સલાડ તરીકે કરી શકો છો. કાળા ચણામાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ બહોળું હોય છે. જે આપણા હૃદયને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રહેલુ ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડે છે. પરિણામે હૃદયનું આરોગ્ય સારું રહે છે.

ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે પચવામાં પણ સરળ હોય છે. નિયમિત રીતે રાતે ચણા પલાળીને સવારે મીઠું, જીરા પાવડર અને લીંબુનો રસ નાખીને ખાવાથી તેનો સ્વાદ વધશે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.