શ્રીનગરમાં ટોપ લશ્કર કમાન્ડર સહિત ૨ આતંકવાદીઓ ઢેર થયા

Files Photo
જમ્મુ: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ મંગળવારે મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના પિરમપોરા વિસ્તારમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ટોપ કમાન્ડર સહિત ૨ આંતકીઓ માર્યા ગયા છે. જમ્મૂ કાશ્મીરના પોલીસના આઈજી વિજયકુમારના અનુસાર તેમાંથી એક પાકિસ્તાની આતંકી હતો. એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે. આઈજી વિજય કુમારનું કહેવું છે કે લશ્કર એ તૈયબાના ટોપ કમાન્ડર અબરાર સોમવારે ગિરફ્તાર કરાયો હતો
પછી અન્ય ૨ આતંકી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. સેના અબરારને સાથે રાખીને હથિયાર જપ્ત કરવા ગઈ હતી. જ્યાં છુપાયેલા આતંકીએ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબી ફાયરિંગમાં સેનાએ આતંકીને ઠાર માર્યો હતો. તો આ દરમિયાન અબરારે પણ સેના પર ફાયરિંગ કરતા તેને પણ ઠાર મારવામાં આવ્યો હતો.જ્યારે સુરક્ષાબળ એકે ૪૭ની સાથે ઘરમાં ઘૂસ્યા તો તેના સાથી આતંકીઓએ ફાયરિગ શરૂ કર્યું હતું.
આતંકીઓએ ફાયરિંગનો સુરક્ષાબળને જવાબ આપ્યો હતો. આ ગોળીબારીમાં ઘરની અંદરથી ફાયરિંગ કરી રહેલો એક વિદેશી આતંકી માર્યો ગયો હતો. આ એન્કાઉન્ટરમાં અબરાર પણ ઢેર થયો છે.ઘરમાંથી ૨ એકે ૪૭ રાયફલ મળી છે. આતંકી અબરાર અનેક સુરક્ષાબળો અને નાગરિકોની હત્યામાં સામેલ હતો.
પરિમપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓની વચ્ચે સોમવારે એન્કાઉન્ટરમાં કેન્દરીય રિઝર્વ પોલીસ બળના એક અધિકારી સહિત ૨ કર્મીઓ ઘાયલ થયા હતા. તેઓએ કહ્યું કે એન્કાઉન્ટર પરિમપુરામાં મલ્હૂરા વિસ્તારમાં થયું હતું. પોલીસ ઓફિસરે કહ્યું કે એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક ઉપાધીક્ષક અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. કહેવાઈ રહ્યું છે કે એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.