Western Times News

Gujarati News

રેલ્વેએ ટીકીટ વિના મુસાફરી કરતા વધુ ર૮૬ લોકોને ઝડપ્યા

૩ દિવસમાં ૪પ૦ ખુદાબક્ષો પાસેથી ૩ લાખ વસુલાયા

(એજન્સી) અમદાવાદ, વતન ગયેલા શ્રમિકો રોજગારી મેળવવા શહેરોમાં પરત ફરી રહ્યા છેે. પરતુ ટ્રેનમાં ટીકીટ ન મળતા તેઓ વગર ટીકીટ પણ મુસાફરી કરી રહ્યા છે. રેલ્વે દ્વારા બે દિવસમાં વધુ બે ટ્રેેનોમાં તપાસ કરતા ર૮૬ જેટલા ખુદાબક્ષો ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી રેલ્વેએ દંડ પેટેે રૂા.૧.પ૬ લાખ વસુલ કર્યા છે. સાથે જ સતત ત્રણ દિવસમાં ટીકીટ વગર મુસાફરી કરતા કુલ ૪પ૦ જેટલા પેસેન્જરોને ઝડપી લઈને રેલ્વેએે રૂા.૩.૬૦ લાખ દંડ વસુલ કર્યો છે.

રેલ્વે દ્વારા શરૂ કરેલી તમામ ટ્રેનો હજુ પણ રીઝર્વ કોચ સાથે જ દોડી રહી હોવાથી આ ટ્રેનોમાં જનરલ ટીકીટ સાથે લોકો મુસાફરી કરી શકતા નથી. આ પરિસ્થિતિમાં વતનથી પરત ફરતા અનેક શ્રમિકો ટીકીટ વગર જ મુસાફરી કરી રહ્યા છે. જ્યારે કેટલાંક એજન્ટો પાસેથી સીનિયર સીટીઝન ક્વોટાની ટીકીટ લઈ ખોટી રીતે મુસાફરી કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે.

બિહારથી આવતી બરૌની-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો ટીકીટ વગર મુસાફરી કરતા હોવાનું ધ્યાને આવતા અમદાવાદ ડીવીઝનના એસીએમ અતુલ ત્રિપાઠીના નેતૃત્વમાં ટીટીઈની ટીમે ર૦૭ પેસેન્જરો ટીકીટ વગર ઝડપાતા તમની પાસેથી દંડ પેટે રૂા.૧.ર૬ લાખ વસુલાયા હતા. મુુૃંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેલમાં અમદાવાદથી વિરમગામ વચ્ચે ડી-૩, ડી-૪ કોચમાં ૭૯ ખુદાબક્ષો મળી આવતા તેમની પાસેથી રૂા.૩૦ હજાર દંડ પેટેે વસુલ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.