Western Times News

Gujarati News

સતત વધારા બાદ આખરે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

Files Photo

રાજકોટ: લાંબા સમયથી સતત વધારા બાદ આખરે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી આવતા સિંગતેલના ભાવ ઘટ્યા છે.

સાઉથના વેપારીઓ દર વર્ષે મગફળીની ખરીદી કરે છે, પરંતુ તેના બદલે આ વર્ષે મગફળી સૌરાષ્ટ્રમાં વેચવા મૂકી છે. જેના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. સિંગતેલના ડબાનો ભાવ ઘટીને ૨૩૬૦ રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં ડબે રૂપિયા ૧૬૦ નો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલનો ડબો ૨૨૭૫ રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બામાં ૯૫ રૂપિયાનો ઘટાડો થયો છે.

તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. એક ડબ્બાનો ભાવ ૧૮૨૫ રૂપિયા થયો છે. પામોલિન તેલમાં ડબે રૂપિયા ૨૨૫ નો ઘટાડો થયો છે. તો આ સાથે જ સનફ્લાવર તેલમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ ૨૨૦૦ રૂપિયાનો થયો છે. સનફ્લાવર તેલમાં ભાવમાં ડબે રૂપિયા ૩૪૦ નો ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.