Western Times News

Gujarati News

કોસંબાઃ માત્ર ૧૩ મિનિટમાં એટીએમ તોડીને ૮.૬૮ લાખની ચોરી

Files photo

કોસંબા: વેલછા ગામનાં બેંકનાં એટીએમમાં મોડી રાતે ગેસ કટરથી એટીએમ મશીન કાપીને ૮,૬૮,૦૦૦ રુપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. આ ચોરી માત્ર ૧૩ મિનિટનાં સમયગાળામાં જ કરવામાં આવી હતી. જાેકે, એટીએમમાંથી રુપિયા લઇને ભાગતા ચોરોની ઇકો કારમાં થોડા જ અંતરે પંક્ચર પડ્યું હતુ. જેથી તેઓ તે કાર ત્યાં જ મૂકીને ગામમાં જઇને બીજી ઇકો કારની ચોરી કરીને તેમાં ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને આ ચોરોની તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, કોસંબાનાં વેલછા ગામમાં ચોરો એકવાર એટીએમની રેકી કરીને જાય છે અને બીજી વખત ગેસ કરટથી માત્ર ૧૩ જ મિનિટમાં મશીન કાપીને ૮,૬૮,૦૦૦ રુપિયાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. વેલાછા ગામમાં રેલવે સ્ટેશન રોડ ફળિયામાં આવેલા સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના મકાનમાં ફીટ એટીએમ સેન્ટરમાં રાતના ૨.૩૬ વાગ્યે સફેદ ઈકો કારમાં આવ્યા હતા. આ ચોરીમાં ૫થી વધુ ચોરો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ લોકોએ લાલ રંગની બુકાની બાંધીને ચોરી કરી હતી.

બેંકના મેનેજરને પણ ઇ સર્વેલન્સથી જાણ થતાં તેઓ પણ આવી ગયા હતાં. તસ્કરોએ ખુલ્લા પ્લોટમાં જે બેંકની કેસ કેસેટ ફેંકી હતી તેમા ૯૫૦૦ જેટલી રકમ રહી ગઈ હતી. જેની પોલીસે રિકવર કરી હતી. બ્રાન્ચના બેંક મેનેજરની ફરિયાદ આધારે ૮.૬૮ લાખની ચોરી તેમજ બેંકની બાજુમાં પાર્ક કરેલી ઇકો કારના ૨.૫૦ લાખ મળી કુલ ૧૧,૧૮,૦૦૦ ની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, સુરત ડિસ્ટ્રિકટ બેંકના એટીએમ ઈ સર્વેલન્સ સિસ્ટમના માધ્યમથી જાેડ્યા છે. જેમાં સીસીટીવી સહિત અને બેંકના એટીએમને તોડવાનો પ્રયત્ન કરે તો, એક સાયરન એટીએમ સેન્ટરમાં વાગે છે અને તરત જ મેઈન ઓફિસમાં જાણ થઇ જાય છે. જેતે ઓફિસની બ્રાન્ચના મેનેજરને જાણ કરવામાં આવતી હોય છે.

પરંતુ ચોરોએ ઈર્વેલન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી હતી. બેંકના એમડી, મહાવીરસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, ઇ-સર્વેલન્સ સિસ્ટમ હોવાથી એટીએમમાં સાયરન વાગ્યું હતું. જે અંગે હેડ ઓફિસથી જે તે બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. પરંતુ સ્થળ પણ પહોંચે તે પહેલાં ચોરો ફરાર થઇ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.