સારંગપુર નજીક બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ, અંકલેશ્વરના સારંગપુર નજીક શોપિંગ સેન્ટરમાં બે અલગ અલગ દુકાનોમાંથી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે સારંગપૂર નજીક રેલ્વે ફાટક પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે.જેના આધારે પોલીસે દરોડા પાડતા બે દુકાનોમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું.
પોલીસે દઢાલ ગામમાં રહેતા કાશીફ અન્સારી અને મીરાનગરમાં રહેતા રામ નિવાસ યાદવની ધરપકડ કરી હતી અને બન્ને દુકાનો માંથી ગેસ સિલિન્ડર તેમજ ગેસ રીફિલ કરવાના સાધનો મળી રૂપિયા ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આરોપીઓ મોટા ગેસ સિલિન્ડર માંથી નાના ગેસ સિલિન્ડરમાં બેદરકારી પૂર્વક ગેસ રીફિલ કરતાં હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.