Western Times News

Gujarati News

ધર્મનો ભાઈ બનાવી મહિલા અને પતિએ ૧૦ લાખ પડાવ્યાં

ધાકધમકીથી કંટાળીને સુથાર નેસડાનો પરિણીત યુવક ગૂમ થઈ ગયો

ભાભર, એક મહિલાએ ધર્મનો ભાઈ બનાવી તેના પતિ અને મળતીયાને સાથે રાખી રૂા.૧૦ લાખ પડાવી બદનામ કરવા તેમજ મારી નાંખવાની ધમકી આપતાં સુથાર નેસડીનો વહેપારી યુવક ઘર-ધંધો છોડીને રાતોરાત ભાગી છુટયો હતો. વહેલી સવારે યુવક ઘરે નહિ હોવાથી અને તપાસના અંતે મળી ન આવતા ગુમસુદાની ભાભર પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ગૂમ યુવકના ઓડિયો કલીપના આધારે યુવકની પત્નીએ ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ભાભર સુથાર નેસડી ગામના વતની અને ભાભર ખાતે કાપડની દુકાન ધરાવતા ઠાકરસી ઉર્ફે રમેશભાઈ સેધાજી ઠાકોર તેમના ગામ સુથાર નેસડીમાં પિયરધરાવતી અને નેસડા ગામ માળી રમેશ સગરાભાઈની પત્ની રમીલાબહેન સાથે ધર્મની બહેનના સંબંધ રાખતા તેઓને ઘરે આવવા-જવાના તેમજ ાસમાજિક તહેવારના ઓઢામણાં જેવી રિવાજ થતા હતા.

આમ ઠાકરસીભાઈ અને ધર્મની બહેન રમીલાબહેનના ગાઢ સંબંધોનો દુર ઉપયોગ કરતા રમીલાબહેન માળી, રમીલાબહેનનો પતિ રમેશભાઈ તથા વાવ તાલુકાના ભાચલી ગામનો જાેષી અમરત ખેતારામ ત્રણેય મળીને ઠાકરસીભાઈને બદનામ કરવાનો ડર બતાવી આશરે દસ થી બાર લાખ રૂપિયા પડાવ્યા હતા.

છતાંય ઠાકરસીભાઈ ઉપર પૈસા માટે ધાકધમકી, બદનામ કરવા મારી નાંખવા જેવો ત્રાસ આપતા આખરે કટાળી ઠાકરસીભાઈ તા.૧૦.૬.ર૧ની વહેલી સવારે ત્રણેક વાગ્યાના સુમારે ઘર છોડી જતા રહ્યા હતા. ઠાકરસીભાઈની સમસ્યાથી અજાણ કુટુંબીઓએ શોધખોળના અંતે ગુમસુદાની ફરિયાદ આપી હતી.

ત્યારબાદ ઠાકરસીભાઈએ પોતાની સમસ્યાનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરી ઓડિયો કલીપ ઘરના મોબાઈલમાં મુકી હતી. આ ત્રિપુટીએ ત્રાસ આપી ઘર છોડવા અને મરવા માટે મજબુર કરેલ હોઈ ઠાકરસીભાઈ ઉર્ફે રમેશભાઈ સેંધાજીની ધર્મપત્ની ભીખીબહેને ભાભર પોલીસ સ્ટેશને માળી રમીલાબહેન, માળી રમેશભાઈ, જાેષી અમરતભાઈ ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.