Western Times News

Gujarati News

રાજ્યના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન

હિમાલય ભ્રમણ માટે ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક યુવકયુવતીઓતા. ૦૭ જૂન૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશેજેમાં ભાગ લેવા ઇચ્છુક ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવકયુવતીઓએ તા૦૭ જૂન૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યું છે.

યાદીમાં વધુમાં  જણાવ્યાનુસારહિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવકયુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશેસંસ્થાના ફેસબુક પેજ SVIM ADMINISTRATION (https://www.facebook.com/svimadminપરથી મેળવી શકાશેઅરજીમાં ઉમેદવારે પોતાનું નામસરનામુંટેલિફોન નંબરજન્મ તારીખશૈક્ષણિક લાયકાત (ધોરણ૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએવગેરે દર્શાવવાનું રહેશે

તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્રગુજરાતના વતની હોવાનો દાખલોવાલીની સંમતિ પત્રક અને ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાંનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છેમાઉન્ટ આબુજુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨3-૨૪માં માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે

સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૦૭/૦૬/૨૦૨૪ સુધીમાં આચાર્યશ્રીસ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાસાધના ભવનગૌમુખ રોડમાઉન્ટ આબુ૩૦૭૫૦૧ને મોકલી આપવાની રહેશેઉમેદવારને શારીરીક કસોટી માટે સંભવિત તા૧૫મી જૂન૨૦૨૪ના રોજ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કેઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશેપસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવાઆવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે

અન્ય વ્યક્તિગત સાધનસામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશેપસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા અગાઉથી ટેલીફોનીક જાણ કરવામાં આવશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં વધુમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.