Western Times News

Gujarati News

ધોરણ ૧૦-૧૨ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ૧થી ૧૨ ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જાે કે હવે સરકારે ફરી એકવાર પરીક્ષાનું આયોજન કર્યું છે. જાે કે આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે

પરંતુ માત્ર તેમનો લર્નિંગ લોસ જાણવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ધોરણ ૯, ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે ર્નિણય લીધો છે. અધ્યયન અને અધ્યાપનનું સ્તર જાણવા માટે નિદાન કસોટી લેવાશે.

નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ ૯ ની નિદાન કસોટી માટે ધોરણ ૮ ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે.

નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો ૭ જુલાઈએ બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. ૭ જુલાઈએ જ કન્વીનરોને ઇમેઇલ મારફતે પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ મોકલવામાં આવશે. ૮ જુલાઈએ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્ર મૂકાશે, તેમજ  કન્વીનરો દ્વારા શાળાના આચાર્યોને પ્રશ્નપત્રોની પ્રોટેકટેડ ફાઇલ આપવામાં આવશે.

૧૦ થી ૧૨ જુલાઈ દરમિયાન રોજ એક કસોટી વિદ્યાર્થીઓ આપશે. ૧૩ અને ૧૪ જુલાઈએ વિદ્યાર્થીએ લખેલી ઉત્તરવહી પરત મેળવવાની રહેશે. ૩૦ જુલાઈએ વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં શાળા કક્ષાએથી માર્ક અપલોડ કરવાના રહેશે. ધોરણ ૯ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૮ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે.

ધોરણ ૧૦ માટેની નિદાન કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ધોરણ ૯ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે. ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને ગણિતની નિદાન કસોટી લેવાશે, ધોરણ ૧૧ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે નામાંના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાનની નિદાન કસોટી લેવાશે, જેમાં ધોરણ ૧૧ અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્રો તૈયાર કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.