Western Times News

Gujarati News

અમદાવાદની માના પટેલને ટોકિયો ઓલિમ્પિકની ટિકિટ

અમદાવાદ: ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદની માના પટેલની જાપાનના ટોકિયોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. માના પટેલ પહેલી ભારતીય સ્વિમર બની છે કે જેણે ભારતીય સ્વિમર તરીકે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવતી ટિ્‌વટ કરી છે. માનાની સાથે ટોકિયોમાં ભારતીય ટેનિસ ડબલ્સ ટીમમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની પસંદગી થઈ છે, જેમને પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, “બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ પહેલા ભારતીય મહિલા અને ત્રીજા ભારતીય બન્યા છે કે જેમણે સ્વિમર તરીકે ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું, જેઓ યુનિલર્સાલિટી ક્વોટા દ્વારા ક્વોલિફાય થયા છે, ખુબ સરસ.”

આ સિવાય તેમણે એક અન્ય ટિ્‌વટમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને શુભેચ્છા પાઠવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, આ બન્ને ટેનિસ ખેલાડીઓનું વૂમન્સ ડબલ્સ ટેનિસ માટે ટોકિયો માટે ક્વોલિફાય કર્યું છે. આ વખતે સાનિયા ચોથી વખત ઓલિમ્પિકમાં રમશે જ્યારે રૈના ડેબ્યુ કરશે, તેમને રમત માટે શુભેચ્છાઓ. માના પટેલનો જન્મ ૧૮ માર્ચ ૨૦૦૦માં થયો છે,

જે ૭૩૫ પોઈન્ટ્‌સ ધરાવે છે. જેઓ ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે. માના ક્વોલિફાય થઈ તે પહેલા માનવામાં આવતું હતું કે, તે નિશ્ચિત ભાગ લેશે કારણ કે આ અગાઉ કોઈ મહિલા સ્વિમર સિલેક્શન ટાઈમ લક્ષ્યાંક મેળવી શકી નથી. અમદાવાદની માનાની સાથે પુરુષ તરવૈયામાં સંજય પ્રકાશ અને શ્રીહરી નટરાજે પણ ક્વોલિફાય કર્યું છે. આ સાથે કુલ ત્રણ સ્પર્ધકો ટોકિયો ઓલિમ્પિક્સની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ ખેલાડીઓના પ્રદર્શનના આધારે તેઓ ભારતનું નામ રોશન કરશે તેવી ચર્ચા ભારતીય સ્પોર્ટ્‌સ જગતમાં થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.