સુરતમાં કાપડ ઉદ્યોગ ખૂલ્યો તો ખરો, પણ હાલ કામ નથી
સુરત: કોરોના કાળને લઈને સૌથી વધુ માઠી અસર કાપડ ઉધોગ (ંીટંૈઙ્મી ૈહઙ્ઘેજંિઅ) પર પડી છે. કોરોનાના કારણે મોટાભાગના કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. જાેકે હાલ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયો છે, ત્યારે કામદારો ફરીથી સુરત (જીેટ્ઠિં) તરફ આવી પહોંચ્યા છે. જાેકે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, કામદારોને વેપારીઓ નોકરી પર નથી રાખી રહ્યા. કારણ કે હાલ કોઈ પણ પ્રકારની ખરીદી માર્કેટમાં નથી. જેથી કામદારોને પગાર ચૂકવવા તથા અન્ય ખર્ચાઓ માટે વેપારીઓ પાસે પૈસા નથી. હાલ કેટલાક કારીગરો બેકાર બન્યા છે, તો કેટલાક લોકો અડધા પગારે નોકરી પર રહેવા મજબૂર બન્યા છે.
કોરોના સંક્રમણની અસર ઘટ્યા પછી, કાપડ માર્કેટ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગનો ધમધમાટ વધતાં વતનથી કારીગરોએ આવવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં કારીગરો સુરત પરત ફર્યા છે. જાેકે, વેપાર-ધંધામાં હજુ સુધારો ન હોવાને કારણે કારીગરોને રોજગારી મેળવવાનું અઘરું બન્યું છે. કાપડ બજાર સાથે સંકળાયેલા કારીગર મજૂર વર્ગની હાલત સૌથી વધુ ખરાબ છે. સુરતમાં કામકાજ શરૂ થયા છે એવું જાણીને મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતનથી પરત થયો છે
અત્યારે કામકાજ મેળવવા માટે ભટકી રહ્યો છે. વેપારીઓ તરફથી પાર્સલોનું ડિસ્પેચીગ ખૂબ જ ઓછું છે અને સ્વાભાવિક રીતે જ તેની અસર કટીંગ-ફોલ્ડીગ અને પાર્સલના પેકિંગ પર પડી છે. જાે સામાન્ય દિવસની વાત કરીએ તો કાપડ માર્કેટમાં કટીંગ પેકિંગના રુ. ૪૦૦થી ૫૦૦ ચૂકવવામાં આવતા હોય છે. અત્યારે કામકાજ ઓછાં હોવાને કારણે મજૂરોની સંખ્યા ઘટાડવાની સાથોસાથ વેતન રુ.૩૦૦-૩૫૦ ચૂકવવામાં આવે છે. વેપારીઓ પાસે ખૂબ જ કામ હોય અને ઓર્ડર પૂરા કરવાના હોય ત્યારે મજૂરોને ૬૦૦થી ૮૦૦ ચૂકવવામાં આવે છે.