શિવસેના મોદી સરકારના મંત્રીમંડળમાં સામેલ થાય તેવી શક્યતા

શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખાનગી બેઠક
મહારાષ્ટ્ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર સામે આવ્યા છે. બંનેની મુલાકાત મુંબઈના નરીમાન પોઇન્ટ પર થઈ છે. આ બંને વચ્ચે દોઢ કલાક ચર્ચાના સમાચાર છે.
ભાજપ-શિવસેનાની આ બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ભૂકંપ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગુપ્ત બેઠકોમાં વધારો થયો છે. અગાઉ સંજય રાઉતે એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સંજય રાઉત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા.
ત્યારબાદ તેઓ સીધા દ્ગઝ્રઁ સુપ્રીમો શરદ પવારને મળ્યા. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ અમિતભાઈ શાહને મળ્યા હતા વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ બે દિવસ પહેલા દિલ્હીથી આવ્યા છે. ત્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ અને અમિતભાઈ શાહ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.
નવીદિલ્હી, મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. જેમા તે તેના જૂના સહયોગી શિવસેનાને પણ મંત્રીમંડળમાં શામેલ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી કોંગ્રેસમાં હવે ચિંતાના વાદળો ઘેરાયા છે.
મોદી સરકારના આ બિજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેના જુના સહયોગી શિવસેનાને પણ હવે નવા મંત્રીમંડળમાં શામેલ કરી શકે છે. જાેકે હજુ સુધી આ મામલે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી આપવામાં નથી આવી, પરંતુ ફેરબદલી થાય તેની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીમંડળની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. જાે શિવસેના પણ મંત્રીમંડળમાં શામેલ હશે તો મહારાષ્ટ્રની ગઠબંધન વાળી સરકાર પડી જાય તેવી પૂરી શક્યતા છે. આજ કારણ છે કે શિવસેનાને ફરી શામેલ કરવામાં આવી શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતનું વલણ વડાપ્રધાન મોદી સાથે ઘણુ નરમ છે. જેથી સમજૂતી થઈ તો એવી શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરેનેજ મુખ્યમંત્રી રાખવામાં આવશે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવી લેવામાં આવશે. જાેકે આ મામલે હજુ સુધી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કે ફડણવીસ દ્વારા કોઈ પ્રતિક્રીયા આપવામાં નથી આવી.
ભાજપ દ્વારા બે ઉપ મુખ્યમંત્રીની નિયુક્તી કરવામાં આવી શકે છે. જાેકે શિવસેના તેના સદસ્યોની તપાસ કરી રહેલી એજન્સીઓથી પરેશાન છે. સાથેજ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ નાના પટોલે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તેઓ એકલા ચૂંટણી લડશે અને મુખ્યમંત્રી બનશે. જેના કારણે શિવસેના તેમનાથી ઘણી નારાજ છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા નેતાઓને મંત્રીમંડળમાં શામેલ કરી શકે છે. વર્તમાન મંત્રીમંડળમાં કુલ ૫૩ મંત્રી છે. જાેકે સંવિધાન પ્રમાણે ૮૧ મંત્રી બનાવી શકાય છે. જેથી કુલ ૨૮ નવા મંત્રીઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.